________________
(૫) વિશુદ્ધ ચક્ર
(૬) આજ્ઞાચક્ર
(૭) સહસ્ત્રાર
ચક્ર
ધ્યાન અને કાયોત્સર્ગ - ષટ્ચક્ર ભેદ
કંઠ
ભૂમધ્ય
ભૂખરો રંગ જનલોક પ્રકાશિત મન
શ્વેતરંગ તપોલોક સ્ફુરણાત્મક
મન
Jain Education International
મસ્તકની | ભૂરો રંગ |સત્યલોક અધિમનસ્
ઉપર
ચક્રોનાં સ્થાન તરીકે તેની અનુભૂતિ પાર્થિવ શરીરમાં જ્યાં અનુભવાય છે એ દૃષ્ટિએ જણાવેલ છે. વસ્તુતઃ તે કેન્દ્રો પાર્થિવ, સૂક્ષ્મ અથવા કારણશરીરની સીમાઓ ઉપર ઇડા, પિંગલા અને સુષુમ્હા નાડી જોડાય છે ત્યાં હોય છે. તેમનો અનુભવ માત્ર સ્થૂલ શરીરમાં થતો હોય તેવું સાધકને લાગે છે.
માનવશરીરમાં રહેલી વાસુદેવ-ચેતનાનો જ પ્રકટ થયેલો અંશ એટલે કુંડલિની. તે સાડાત્રણ કૂંડાળાં કરીને અર્ધનિદ્રામાં હોય છે. તેથી તેને કુંડલિની કહેવામાં આવે છે. આ જ જીવનશક્તિ આપણી જાગૃત, સ્વપ્ન અને નિદ્રાવસ્થામાં પ્રકટ થતી હોય છે. ક્વચિત્ પ્રસંગે વિશ્વચેતના સાથે પણ સંપર્કમાં આવી યોગનિદ્રા અર્થાત્ ધ્યાનાવસ્થા અનુભવે છે. આ જ તેનાં સાડા ત્રણ કૂંડાળા છે. યોગીઓ દૃઢસંકલ્પબળે આ જીવન શક્તિને નીચેથી ઉપરના ક્રમે ઉર્ધ્વગામી કરે છે.
દરેક ચક્ર અથવા કેન્દ્રનું પોતાનું કાર્ય છે. મૂલાધાર-ચક્ર સ્થૂલ ચેતના અને અવચેતનના પ્રકટીકરણનું કેન્દ્ર છે. સ્વાધિષ્ઠાન નિમ્નપ્રાણની નાની નાની ક્ષુદ્ર કામનાઓ પ્રકટ કરવાનું કેન્દ્ર છે. મણિપુર મહત્તર પ્રાણની શુભ કામનાઓને પ્રકટ કરતું હોય છે. અનાહત ચક્ર પુરુષની અભીપ્સા પ્રકટ કરતું કેન્દ્ર છે. વિશુદ્ધ ચક્ર મનનું શુદ્ધ ચિંતનાત્મક કાર્ય પ્રકટ કરે છે. આજ્ઞાચક્ર વિશ્વશક્તિઓ સાથેનો વિનિમય પોતાના સંકલ્પરૂપે પ્રકટ
૧૨૧
For Personal & Private Use Only
www.jainelibrary.org