________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પચક્ર ભેદ
ધરાવે છે. ભારતીય યોગીઓ આ બંનેને તેમના રંગને કારણે અનુક્રમે ચંદ્ર અને સૂર્ય નાડી તરીકે વર્ણવે છે. કારણ શરીર વિશ્વચેતના સાથે (મહાકારણ-શરીર સાથે) સુષુણ્ણા નાડીથી જોડાયેલ છે. આ નાડી હજી જાગૃત નથી. ન્યાયશાસ્ત્રમાં તેને પૂરિત નાડી કહે છે, કારણ કે તે પુરાયેલી (બ્લોકડ) છે, અથવા ઉત્ક્રાંત થયેલ નથી. સાધનાની ઉચ્ચ કક્ષાએ તે જાગૃત થાય છે અને અંતે પુરુષોત્તમચેતનાને તે પ્રકટ કરી શકે છે.
આ ત્રણે નાડીઓ જ્યાં શરીર સાથે જોડાણ કરે છે ત્યાં એક એક ચેતનાકેન્દ્રનું નિર્માણ થયેલ છે. આ ચેતનાના કેન્દ્રને જ યોગશાસ્ત્રમાં યોગચક્ર કહેવામાં આવે છે. મૂળ છ ચક્રો છે. પરમપ્રભુનું પોતાનું એક ચક્ર મળીને કુલ સાત ચક્રો થાય છે. આ બધાં જ અતિશય સુંદર દેખાતાં હોવાથી તેમને સુદર્શન ચક્રો કહેવામાં આવે છે. આ બધાં જ યોગ-ચક્રો અથવા કેન્દ્રોનો પોતાનો ખાસ પ્રકાશ, તત્ત્વ, લોક તથા સ્થાન હોય છે. આ સાત ચક્રો જાણે સપ્તલોકનાં પ્રવેશદ્વારો હોય છે. જે ચક્રમાં માનવીની ચેતના સ્થિર થાય છે તે ચક્રો સાથે સંબંધિત લોકનો, તત્ત્વોનો અને પ્રકાશ (રંગ)નો તેને અનુભવ થાય છે. સપ્તચક્રોનાં સ્થાન, રંગ, લોક તથા તત્ત્વ નીચે મુજબ છે.
યોગચક્ર | સ્થાન | રંગ | લોક | તત્ત્વ (૧) મૂલાધાર-ચક્ર કરોડરજ્જુનો લાલ | ભૂર્લોક પાર્થિવ તત્ત્વ
નીચલો છેડો (૨)સ્વાધિષ્ઠાન-ચક્ર લિંગસ્થાન | ઘેરો જાંબલી ભુવર્લોક નિમ્ન પ્રાણ (૩) મણિપુર-ચક્ર નાભિ આછો જાંબલી સ્વર્લોક મહત્તર પ્રાણ (૪) અનાહત ચક્ર હૃદય | સુવર્ણરંગ મહલોક મનસ્તત્ત્વ
૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org