________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સુષુમ્હામાં પ્રવેશ
(૧૦)
આધારસૂત્ર
તિહાં યોગનાલિકા સમતા નામે વિશ્વનો તારુજી, તેં જોવા માંડી ઉત્પથ છાંડી ઉદ્યમે વારુજી; તિહાં દીઠી દૂરે આનંદ પુરે વિશ્વનો તારુજી, ઉદાસીનતા શેરી નહિ ભવફેરી વક્ર છે વારુજી.
કુંડલિની વિષે જૈન ગ્રન્થોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે.
(१) नाभिकन्दसमुद्गता लयवती या ब्रह्मरन्ध्रान्तरे,
शक्तिः कुण्डलिनीति नाम विदिता काऽपि स्तुता योगिभिः । प्रोन्मीलन्निरुपाधिबन्धुरपरा - नन्दामृतस्राविणी,
सूते काव्यफलोत्करान् कविवरैर्नीता स्मृतेर्गोचरम् ॥
શ્રીપાળ રાસ
તે અનિર્વચનીય પ્રભાવવાળી કુંડલિની શક્તિ યોગીઓને સુવિદિત છે. અને તેઓ વડે તે સ્તવાયેલી છે. તે નાભિકંદથી સમ્યગ્રીતે ઉઠીને બ્રહ્મરન્દ્રમાં લય પામે છે.
તે કુંડલિની શક્તિ સતત વિકસ્વર, ઉપાધિરહિત અને પરમોત્કૃષ્ટ પરમ આનંદ રૂપ અમૃતને ઝરનારી છે.
– આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ કૃત શારદાસ્તવાષ્ટક
( २ ) आद्या शक्तिरसौ परा भगवती कुब्जाकृतिं बिभ्रती, रेखा कुण्डलिनीति वर्णनपदा व्योमान्तविद्योतिनी । प्रेक्ष्य पुस्तक मातृकांदि लिखिता कार्येषु च श्रूयते, देवी ब्रह्ममयी पुनातु भवतः सिद्धिर्भले विश्रुता ॥
‘ભલિ’ નામે વિશ્રુત જે પરમ શક્તિ છે તે આદ્યા શક્તિ છે. પરા ભગવતી છે. કુબ્જાકૃતિને ધારણ કરનાર છે. તેનું રેખા અથવા કુંડલિની રૂપે વર્ણન કરવામાં આવે છે. તે દ્વાદશાન્ત સુધીના સમગ્ર મધ્યમ માર્ગની પ્રકાશિકા છે.
Jain Education International
-
– આ. શ્રી વિનયચન્દ્રસૂરિ વિરચિત કાવ્યશિક્ષા.
૧૧૫
For Personal & Private Use Only
www.jainelibrary.org