SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ સમ્રાટને થયું કે પોતે આ ફકીર પાસે દરિદ્ર હતો ! ફકીર પાસે આનંદ હતો એ ભીતર ડૂબવાનો હતો. મૂર્તિઓના સર્જનની ક્ષણોમાં એ મૂર્તિઓની સાથે, એ મૂર્તિઓમાં જે ભાવ ઉપસાવવા માગતા હતા તેઓ, એ ભાવ સાથે તન્મય બન્યા હતા તેઓ. આનંદ નગરી. ઉદાસીનતા શેરી. બહુ પ્યારો શબ્દ છે ઉદાસીનતા. બે શબ્દોના જોડાણથી તે બન્યો છે: ઉઆસીનતા. ઊંચે બેસવાપણું. તટસ્થતા. નદીનો પ્રવાહ જોરથી વહી રહ્યો છે, ઘણું બધું એમાં તણાઈ રહ્યું છે, પણ કાંઠે બેઠેલો પ્રેક્ષક-તટસ્થ તો માત્ર આ બધું જોયા કરે છે. સાધકના સંદર્ભમાં સાક્ષીભાવ એ કિનારો છે. ભક્તના સંદર્ભમાં પરમાત્મા કિનારો છે. શ્રીકૃષ્ણપ્રેમ કહે છે : “આ કિનારો તે પરમાત્મા. લાખો સૂર્યોના તેજથી ઝળહળતા એવા આ પરમાત્માને સહુ કોઈ પામી શકે. તેમનો સાક્ષાત્કાર કરી શકે. જરૂર છે માત્ર સાચી લગનની-આરતની.” શ્રીપાળ રાસની ઉક્ત કડીએ સુષુમ્મામાં પ્રવેશવાનો માર્ગ પણ ચીંધ્યો. સુષુપ્સામાં પ્રવેશ પછી મળતા દિવ્ય આનંદ અને ઉદાસીનભાવની વાત પણ કરી. જોઈએ છે એક નિર્ધાર : સુષષ્ણા, સમભાવ, યોગનાલિકાને પામવાનો. ૧૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy