________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુણામાં પ્રવેશ સુષુણામાં પ્રવેશ થયા પછીની અનુભૂતિનું વર્ણન પણ શ્રીપાળરાસની કડી આપે છે : “તિહાં દીઠી દૂર આનંદ પુરે... ઉદાસીનતા શેરી, નહિ ભવફેરી વક્ર છે.”
સુપુખ્ખામાં પ્રવેશ એટલે આનંદનગરમાં પ્રવેશ. સુષુસ્સામાં પ્રવેશ એટલે ઉદાસીનતાની શેરીમાં પ્રવેશ.
દીઠી દૂરે શબ્દ પ્રયોગ જોવા માંડી” (યોગ નાલિકાને) ના સંદર્ભમાં છે. યોગનાલિકાને જોવાની છે ત્યાં સુધી આનંદનગર અને ઉદાસીનતાશેરી દૂર, દૂર છે. પણ યોગનાલિકામાં પ્રવેશ થઈ ગયો તો? તો હાથવહેંતમાં!
બીજો પણ એક સંદર્ભ અહીં છે. શ્રેષ્ઠ કક્ષાનો આનંદ અને ઉદાસીન ભાવ, સાધનાકાળમાં, વિકાતીત થયા પછી મળે છે. અને સઘળાંય વિકલ્પોને પેલે પાર જવાનું દશમાં ગુણસ્થાનકને અંતે મોહનીયના વિલય પછી જ ઘટે. એ સંદર્ભમાં “દીઠી દૂરે પદ લઈ શકાય. ૬ઢા-૭મા ગુણસ્થાનકથી એ દૂર છે ને?
આનંદ નગરી. ઉદાસીનતા શેરી.
આનંદ પદની મઝાની વિભાવના મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક ઋષભદેવ પ્રભુની સ્તવનામાં આપી : “મુખ દીઠે સુખ ઉપજે, દરિસન અતિ હી આનંદ લાલ રે.'
પરમાત્માના રૂપ આદિ સાથે ઈન્દ્રિયો સમ્બદ્ધ થાય તે સુખ નામની સંઘટના. અને ભક્તનું પૂરું અસ્તિત્વ પ્રભુગુણોમાં ડૂબી જાય તે આનંદ નામની સંઘટના.
પ્રભુના અપરૂપ રૂપને જોયું અને આંખો ઉભરાઈ હર્ષાશ્રુથી... સુખ જ સુખ. ‘સ્નાતસ્યા...' સ્તુતિના પહેલા શ્લોકમાં, આ સંદર્ભે મઝાની વિભાવના
૧૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org