________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ
રાનડેએ કહ્યું : દેવી ! હું કરીને આરોગું ત્યાં સુધી તો ઠીક છે. પણ કેરીનો રસ દાઢમાં લાગી જાય અને તે મારા માથા પર સવાર થઈ જાય એવું હું ઇચ્છું નહિ. હું એનો કેદી બની જાઉં એ મને પરવડે નહિ.
આસક્તિના ઉચ્છેદ માટે ત્રણેક માર્ગો વિચારકોએ વિચાર્યા છે : દમન, શમન, ઉર્વીકરણ.
ચરણ પહેલું : દમન. ઇચ્છા થઈ. એને દબાવી દો. ના, ન જ જોઈએ આ પદાર્થ કે આ વ્યક્તિત્વ : જે મને રાગને માર્ગે લઈ જાય.
બીજો માર્ગ છે : શમન. ઈચ્છા થઈ, એને પૂરી કરો. પણ આ શમનનો કહેવાનો માર્ગ માર્ગ નથી. ચૂલામાં લાકડા નાંખવાથી સર્વભક્ષી આગ શમવાની નથી. એ ઉગ્ર રીતે ભભુકશે.
મજાનો માર્ગ છે : ઉર્વીકરણ - વૃત્તિઓને ઊચકવી. પરમ રસમાં મન એવું તો લાગી જાય કે અપરમ રસનું કોઈ જ આકર્ષણ ન રહે.
આ સંદર્ભમાં જ આપણી પરંપરામાં ઉર્ધ્વરેતમ્ શબ્દ સાધક માટે આવેલ છે. જેણે પોતાના રેતમ્ - શક્તિને ઊંચે ચડાવેલ છે.
મૌનનો રસ કે સ્વાધ્યાયનો રસ જેને લાગી ગયો છે, તે નિંદા સાંભળી જ નહિ શકે. એના માટે એ સાવ જ નિરર્થક છે.
ઉર્વીકરણ... આસક્તિનો વાસ જ ન રહે તો વાંસળી વાગવાની જ કેમ કરીને ?
‘ઉત્પથ છાંડી ઉદ્યમે.” રાગ-દ્વેષ-અહમ્ આદિ વિભાવોને અળગા કરવા માટે મહેનત કરવી પડશે.
રાગને કાઢવા વૃત્તિઓનું ઉર્ધીકરણ. ભક્તિયોગ, જપયોગ, સ્વાધ્યાય
૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org