________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સુબ્રુષ્ણામાં પ્રવેશ
શ્રીપાળ રાસની એક સરસ કડી એનો માર્ગ ચીંધે છે : તિહાં યોગનાલિકા સમતા નામે વિશ્વનો તારું જી, તે જોવા માંડી ઉત્પથ છાંડી ઉદ્યમે વારુ જી; તિહાં દીઠી દૂર આનન્દ પુરે વિશ્વનો તારુજી, ઉદાસીનતા શેરી નહિ ભવફેરી વક્ર છે વાર જી.
સુષુણાનો જ પર્યાય છે યોગનાલિકા. યોગ માટેની નાલિકા - નાડીનું ખૂલવું તે યોગનાલિકા.
ઉપરની કડીમાં યોગનાલિકા સુષુબ્બામાં પ્રવેશનો માર્ગ અને તેમાં પ્રવેશ્યા પછી યોગીને થતી અનુભૂતિની વાત કરાઈ છે. - સુષુમ્મામાં પ્રવેશ માટેનું ચરણ છે : “ઉત્પથ છાંડી ઉદ્યમે.” વૈરાગ્ય, મૈત્રીભાવ આદિ તરફ ચાલવું તે સાધનાપથ છે. રાગ, દ્વેષ, અહંભાવ તરફ ચાલવું તે છે ઉત્પથ. ઉન્માર્ગ.
એ ઉત્પથને ઉદ્યમથી, એની પાછળ પડીને ય છોડવો. રાગ નડે છે. સાધક શું કરશે?
એ પદાર્થ – જેના પર રાગ થઈ રહ્યો છે - ને છોડશે. અથવા તો એ પદાર્થના સેવનની માત્રામાં ઘટાડો કરશે.
ન્યાયમૂર્તિ રાનડેને તેમનાં ધર્મપત્ની હાફુસ કેરીની ચીરી પર ચીરી ખવડાવી રહ્યા છે.
ચારેક ચીરીઓ ખાધા પછી રાનડેએ કહ્યું : બસ, હવે નહિ.
ધર્મપત્ની પૂછે છે કેમ ના પાડો છો? તમને ડાયાબિટીસ નથી અને આપણી આર્થિક સ્થિતિ બહુ સારી છે. તો પછી ના કેમ પાડો છો ?
૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org