________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૭ ધ્યાન : આનન્દલોકની યાત્રા
(૧૨) પરમ નાદ ધ્યાન.
આ જ નાદનું તીવ્ર અનુસંધાન તે પરમ નાદ ધ્યાન.
(૧૩) તારા ધ્યાન.
કાયોત્સર્ગમાં રહેલ સાધકની નિશ્ચલ દ્રષ્ટિ તે તારા ધ્યાન.
‘ગુણસ્થાન ક્રમારોહ’ ગ્રન્થમાં ધ્યાનાવસ્થાનું વર્ણન કરતાં સાધક માટે ‘નાસાપ્રવૃત્તસક્ષેત્ર:' એવો શબ્દ પ્રયોગ (ગાથા ઃ ૫૨) કર્યો છે, એ પરથી નિશ્ચલ દૃષ્ટિતાને નાકના અગ્રભાગ પર અપલક રૂપે સ્થાપેલી દ્રષ્ટિ રૂપે સમજવાની છે.
(૧૪) પરમ તારા ધ્યાન.
મુનિની બારમી પ્રતિમા જેવી અનિમેષ દ્રષ્ટિને પરમ તારા ધ્યાન કહેવાય છે.
બારમી પ્રતિમામાં બાર કલાક સુધી (એક રાત્રિ પર્યન્ત) માત્ર એક શુષ્ક પુદ્ગલ (પથ્થર, ઇંટ આદિ) પર અનિમેષ દૃષ્ટિએ કાયોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.
(૧૫) લય ધ્યાન.
અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંતો, સાધુ ભગવંતો તથા પ્રભુએ પ્રરૂપેલ ધર્મના શરણે જવું. ચિત્ત પૂરેપુરું આ ચારેના ધ્યાનમાં ડૂબી જાય તે લય ધ્યાન.
લય એટલે ઓગળી જવું. તન્મય બની જવું. નારદ ઋષિ ભક્તના સ્વરૂપને શબ્દબદ્ધ કરતાં કહે છે : ‘તન્મયાઃ '. તન્મય, તે–મય બનવું તે ભક્તનું સ્વરૂપ. હું અને તુંના સીમાડાને પેલે પાર જઈ ‘તે’માં - પ્રભુમાં સમાવું છે.
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org