________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : આનન્દલોકની યાત્રા
અવસ્થામાં મન્ત્રાત્મક શબ્દ અને તેના અર્થ વચ્ચે અભેદ થાય છે. આ જ છે મન્નસાક્ષાત્કાર. અગ્નિબીજ બળવાથી ગરમી પેદા થાય અને જિઅભયાર્ણ જપવાથી ભયોની વચ્ચે પણ સુરક્ષિતતા મહેસુસ થાય. પરામાં સર્વ વિકલ્પોનો ઉપશમ થાય છે. શુદ્ધ ચૈતન્યાનુભૂતિ અહીં થાય છે.
અનાહત નાદનું સ્વરૂપ યોગપ્રદીપમાં આ રીતે વર્ણવાયું છે:
અનાહત નાદને ઘંટનાદ સાથે એટલા માટે સરખાવાય છે કે ઘંટનાદ ધીમે ધીમે શાન્ત થઈને અંતે અત્યન્ત મધુર બને છે, તેમ અનાહત નાદ પણ ધીમે ધીમે શાન્ત થતો છેવટે અત્યન્ત મધુર બનીને આત્માને અમૃતરસનો આસ્વાદ કરાવે છે.
પૂર્વે બિન્દુનવકમાં નાદથી શરૂ થતા પ્રકારો નાદના-અનાહતના છે. અને તેમાં અનાહત નાદ ક્રમે ક્રમે સૂક્ષ્મ અને મધુર થતો જાય છે. '
શબ્દધ્વનિ રહિત, વિકલ્પ વિહોણું, સમભાવમાં સ્થિર થયેલું ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે અનાહત નાદનો પ્રારંભ થાય છે.
નાદમાં છેલ્લે દુદુભિની ધ્વનિ જેવા નાદનું ધ્યાન કરવાથી આત્મસાક્ષાત્કાર થાય છે. અને નાદનો ધ્વનિ સ્થગિત થતાં સહજ સમાધિ દશા પ્રાપ્ત થાય છે.
४. घंटानादो यथा प्रान्ते, प्रशाम्यन्मधुरो भवेत् ।
अनाहतोऽपि नादोऽथ, तथा शान्तो विभाव्यताम् ॥ ११७ ॥
-યોગપ્રદીપ,
૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org