________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : આનન્દલોકની યાત્રા
(૧૦) પરમ બિન્દુ ધ્યાન. કુલ ૧૧ માંથી ૯ ગુણશ્રેણિઓની પ્રાપ્તિ તે પરમબિન્દુધ્યાન.
સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, અનન્તાનુબંધીની વિસંયોજના, દર્શન-સપ્તકનો ક્ષય, ઉપશામક અવસ્થા, ઉપશાન્ત મોહ અવસ્થા, મોક્ષપક અવસ્થા, ક્ષીણમોહાવસ્થા પ્રાપ્ત થતી વખતે જે ગુણશ્રેણિઓ પ્રાપ્ત થાય છે, તે આ ૯ ગુણશ્રેણિઓ.
આ ગુણશ્રેણિઓના સમયે વિપુલ કર્મનિર્જરા થાય છે માટે આ સ્થિતિને પરમ બિન્દુ ધ્યાન કહેલ છે.
(૧૧) નાદ ધ્યાન.
પોતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલ જે નિર્દોષ (નાદ) વાજિંત્રના અવાજની જેમ સ્વતઃ સંભળાય છે, તે નાદ છે.
મત્ર-સાધનામાં નાદાનુસન્ધાનનું સ્થાન મોખરે છે. નાદાનુસન્તાનના અભ્યાસથી નિર્વિકલ્પ-દશાની પ્રાપ્તિ સરળતા રૂપ થાય છે.
નાદનું અધિષ્ઠાન સુષુમ્યા છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુન્ડલિનીપ્રાણશક્તિ સુષુમ્મામાં પ્રવેશી ચક્રમાં થઈ બ્રહ્મરશ્વમાં લીન બને છે. આ નાદને અવ્યક્ત.-સસૂક્ષ્મ ધ્વનિ કે “અક્ષર' કહેવામાં આવે છે.
વૈખરી અવસ્થા એ નાદની સ્થૂલ અવસ્થા છે. પરામાં પરમ અવ્યક્ત વાણી હોય છે.
વૈખરીમાં મત્રાત્મક શબ્દ અને તેના અર્થ વચ્ચે પરસ્પર ભેદ રહે છે. મધ્યમામાં શબ્દ અને અર્થ વચ્ચે ભેદભેદ રહે છે. થોડોક અર્થ ખ્યાલ આવે. પશ્યન્તીમાં શબ્દ અને અર્થની વચ્ચે બિલકુલ ભેદ રહેતો નથી. અર્થાત્ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org