________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : આનન્દલોકની યાત્રા
એમ લાગે કે પશ્યન્તી અને પરા વાણીમાં ગયેલ સાધક જે પરમાત્મસ્વરૂપ કે આત્મસ્વરૂપનું દર્શન કરે છે તે પરમજ્યોતિ ધ્યાન છે જ્ઞાનપંચમીના દેવવંદનની આ કડી યાદ આવે : ધ્યાન ટાણે પ્રભુ તું હોવે રે,
અલખ અગોચર રૂપ; પરા પશ્યન્તી પામીને રે,
કાંઈ પ્રમાણે મુનિ ભૂપ.” "પ્રભુનું સ્વરૂપ અલક્ષ્ય, અગોચર. ન એને ઇન્દ્રિયો પકડી શકે, નમન... પરા અને પશ્યન્તીના લયમાં જઈને મુનિઓ પ્રભુના રૂપને પ્રમાણિત કરે છે.
પશ્યન્તીના લયમાં પ્રભુના ગુણાત્મક રૂપની આછી ઝલક પકડાયા પરાના લયમાં તે વિશેષ રૂપે પકડાય. **
પશ્યન્તીના લયમાં થયેલ જિનગુણદર્શન કે આત્મદર્શન અને જ્યોતિ * ધ્યાન અને પરાના લયમાં મળેલ તેવા દર્શનને પરમ જ્યોતિ ધ્યાન પણ કહી શકાય.
લોગસ્સ સૂત્રની છેલ્લી ગાથામાં (ચંદેસુ નિમલયરા) પરમાત્માના પરમજ્યોતિર્મય સ્વરૂપનો નિર્દેશ કરીને તે પરમજ્યોતિ અમારામાં પણ પ્રગટો એવી પ્રાર્થના મુમુક્ષુ કરે છે.
યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં મંત્રરાજ મર્દ ના ધ્યાનની પ્રક્રિયાઓ દર્શાવતાં ગ્રંથકાર શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજાએ કહ્યું છે : “તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગ જેવો સૂક્ષ્મ ચિંતવવો. પછી થોડોક સમય એમ જોવું કે આખું જગત અવ્યક્ત, નિરાકાર, જ્યોતિર્મય છે. પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org