________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૭ ધ્યાન : આનન્દલોકની યાત્રા
(૭) જ્યોતિ ધ્યાન.
ધ્યાનના અભ્યાસ વડે મન જ્યારે આત્માદિ તત્ત્વના ચિન્તનમાં સુલીન બને છે ત્યારે ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન ભાવોને સ્પષ્ટ કરનાર જ્ઞાન-પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે.
અથવા તો, આ રીતે પણ જ્યોતિ ધ્યાન કહેલ છે ઃ કર્મ આદિ ઉપાધિને વિષે સાક્ષી રૂપે પ્રવૃત્ત થનાર સાધક જ્ઞાનજ્યોતિ વડે આત્મસ્વરૂપનો અનુભવ કરે છે.
આત્મમગ્ન મુનિને બાર માસના દીક્ષાપર્યાયે અનુત્તર દેવના સુખને અતિક્રમી જનાર સુખ હોય છે આવું જે ભગવતીસૂત્ર આદિમાં કહેલ છે એ આત્મિક સુખની અનુભૂતિ એ ધ્યાનજનિત દિવ્યજ્યોતિ સ્વરૂપ છે એવો સ્પષ્ટ નિર્દેશ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે ‘૫૨મજ્યોતિઃ પંચવિંશતિકા' માં આપ્યો છે.
‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ ગ્રંથમાં પણ દ્રષ્ટિમાં આગળ વધતા સાધકની જ્ઞાનજ્યોતિ ક્રમશઃ વધ્યા કરે છે તેમ જણાવ્યું છે.
આત્મજ્યોતિ સ્વ-પર પ્રકાશક છે આ સંદર્ભને મનમાં રાખીએ તો આત્મતત્ત્વની અનુભૂતિને સમાન્તર, ભૂત-ભાવિ કાળની ઘટનાઓનું પ્રત્યક્ષીકરણ થયા કરે એ સહજ છે.
*
(૮) પરમ જ્યોતિ ધ્યાન.
જ્યોતિધ્યાનમાં મળતી જ્યોતિ કરતાં વધુ જ્યોતિ ભીતર પ્રકાશે તે પરમ જ્યોતિ ધ્યાન.
श्रामण्ये वर्षपर्यायात्, प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ।। १३, परमज्योति: पंचविंशतिका,
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org