________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૭ ધ્યાન : આનન્દલોકની યાત્રા
કઃ હિ એવ અન્યાત્ ?
કઃ પ્રાણ્યાત્ ?
યત્ એષઃ આકાશઃ આનંદઃ ન ાત્ ?
જો આ આકાશ આનંદ રૂપ ન હોત તો .કોણ ઉચ્છ્વાસ કાઢત? કોણ શ્વાસ લેત ?
(૬) પરમ કલાધ્યાન.
કલાધ્યાન અભ્યાસને કારણે સહજ રીતે થવા લાગે તે ૫૨મ કલાધ્યાન. જે રીતે ચૌદ પૂર્વધર મહાપુરુષને મહાપ્રાણધ્યાનમાં સહજ રીતે કલા, કુંડલિનીનું જાગરણ તથા અવતરણ કોઈની સહાય વિના થવા લાગે છે, તેવું જ આ પરમ કલા ધ્યાનમાં થાય છે.
કલા પ્રાણશક્તિ રૂપ છે. પરમ કલા મહાપ્રાણશક્તિ રૂપ છે.
ચૌદ પૂર્વધર મહર્ષિ મહાયોગી ભદ્રબાહુ સ્વામીએ મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓશ્રીએ નેપાળ દેશમાં સ્થિરતા કરીને બાર . વર્ષની દીર્ઘ સાધનાને અંતે આ મહાન ધ્યાનસિદ્ધિ મેળવી હતી.
કુંડલિની જાગરણ માટે હઠયોગની પદ્ધતિ કરતાં રાજયોગની પદ્ધતિ અપેક્ષાએ સરળ છે.
રાજયોગની પદ્ધતિમાં ભક્તિ, જાપ અને સ્વાધ્યાય આદિ દ્વારા પ્રાણશક્તિ પર સહજ રીતે કાબૂ આવે છે. જ્યારે હઠયોગમાં પ્રાણાયામ, આસનાદિ દ્વારા પ્રાણ-નિયમન થાય છે.
Jain Education International
૯૪
For Personal & Private Use Only
www.jainelibrary.org