________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : આનન્દલોકની યાત્રા
મચ્છન્દ્ર જવાબ આપે છે :
દ્વાદશ અંગુલ બાઈ,
ગુરુ મુખિ રહે; ઐસા વિચાર,
મછીન્દ્ર કહે... બાર આંગળ દૂર રહેતો વાયુ ગુરુએ આપેલ જ્ઞાનમાં સમાઈ જાય છે.
કુંડલિનીના ઉત્થાન દ્વારા મળતી આત્મિકસિદ્ધિની વાત કરતાં શ્રી મકરંદ દવે “અન્તર્વેદી'માં લખે છે :
આપણે ઇચ્છાઓ, કામનાઓથી વિવિધ જગત ઊભું કરીએ છીએ; તેનો વિસ્તાર કરીએ છીએ. હવે તેનાથી ઊલટી જ ગતિ શરૂ થાય છે. ઇચ્છા માત્ર નિરિચ્છામાં પલટાઈ જાય છે. જે કામપુરુષ હતો તે અકામ, આપ્તકામ, પૂર્ણકામ બની રહે છે, અને અત્યંત વિશાળ, વિવિધતાથી ભરપૂર વિશ્વપ્રકૃતિ એક તેજોબિંદુથી વીંધાઈ જાય છે. આ પરમ ઉજ્વલ શિવશુક્ર છે, પ્રજ્ઞાનું બિંદુ છે, જે પોતે શૂન્ય થઈને પૂર્ણ બની રહે છે. પ્રકૃતિ રૂપ જીવભાવ જ્યારે આ શિવત્વથી ભેદાઈ જાય છે ત્યારે સાધકનો નવો જન્મ થાય છે. સહસ્ત્રદલમાં (સહસ્ત્રારમાં) પ્રાણનો લય એ સાધકનો પ્રજ્ઞાલોકમાં પરમ આનંદરૂપ નવો અવતાર છે.”
સાધનાની એક પછી એક ભૂમિકાને આ રીતે ઓળખી શકાય ? પ્રાણનો લય પ્રકાશમાં, પ્રકાશનો લય પ્રજ્ઞામાં, પ્રજ્ઞાનો લય પ્રેમમાં અને પ્રેમનો લય આનંદમાં થઈ જાય છે.
પ્રેમનું બીજું નામ જ આનંદ છે. પ્રાણની સાધનાને આવા આનંદના સર્વોચ્ચ શિખરે લઈ જતી વાણી તૈત્તિરીય ઉપનિષદ્ગા (બ્રહ્માનન્દ વલ્લી, સપ્તમ અનુવાક) આ મંત્રમાં સંભળાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org