________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : આનન્દલોકની યાત્રા
દશમ દ્વાર કા મારગ સોઈ
ઉલટ વાટ પાવે નહિ કોઈ. ૭૪ નાભિની પાસે કુંડલિની નાડી છે. તેની પાછળ વંકનાલ છે. દશમ દ્વાર (બ્રહ્મર%, સહસ્ત્રાર)માં પ્રવેશવાનો તે જ માર્ગ છે. તેનાથી ઉલટા માર્ગે- વંકનાલ નાડી સિવાયના રસ્તે-કોઈ જાય તો ત્યાં – દશમ દ્વારે તે પહોંચી ન શકે.
ભારતીય સંસ્કૃતિ ઔર સાધના (ભા.૨, પૃ. ૪૪-૪૫)માં મહામહોપાધ્યાય શ્રી ગોપીનાથ કવિરાજ લખે છે : “વંકનાલ એ એક વિશેષ નાડી છે, જે મૂલાધારથી નીકળી નાભિની ડાબી બાજુથી ઉપર જઈ હૃદય અને વક્ષ:સ્થળને સ્પર્શ કરતી આજ્ઞાચક્રમાં રુદ્ધ ગ્રંથિને મળે છે તથા તેમાંથી નીકળી આગળ વધતાં ક્રમશઃ બ્રહ્મરન્દ્રમાં આવે છે. તે પછી મસ્તકની પાછળની બાજુએ લટકતી રહી ફરી ઉપર તરફ જાય છે. અહીં આ નાડી અર્ધચંદ્રાકાર દેખાય છે, તેથી આ સ્થાન પર તેને ‘વંકનાલ' કહે છે. ત્યાર પછી તે મહાશૂન્યના છેડા પર આવેલ ભ્રમરગુહામાં પ્રવેશ કરે છે.”
“ભ્રમરગુહા એ સત્ય રાજ્યનું દ્વાર છે. જે અતિ મહાશૂન્ય, ચરમ શૂન્ય પછી અને પૂર્ણ સત્ય પહેલાં બન્નેના સન્યિ સ્થાનમાં આવેલું છે.”
યોગિજનો આડું અવળું જોયા વિના સીધા, “ઋજુ વાટે' - સુષુષ્ણા પંથે ચાલતા રહે છે. સિદ્ધસરહપાદે એક પદમાં કહ્યું છે : બામ દાહિર જો ખાલ બિખલા,
સરહ ભણઈ વાપી ઉજુ વાટ ભઈલા.' ગાબી અને જમણી બાજુએ વાંકીચૂંકી ઘણી નહેરો છે. સરહપાદ કહે છે કે તે વાંકીચૂંકી નહેરોમાં (નાડીઓમાં) ન જશો. કેવળ સીધી વાટે ચાલો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org