________________
ધ્યાન અને કાયોત્સર્ગ જ ધ્યાન : આનન્દલોકની યાત્રા
ધ્યાનશતક ગ્રંથ શુક્લધ્યાનના આદ્ય બે પાયાના અધિકારી તરીકે પૂર્વધર અપ્રમત્ત મુનિ, ઉપશમ શ્રેણિમાં રહેલ મુનિ અને ક્ષેપક શ્રેણિમાં રહેલ મુનિને લેખે છે.
આની આગળની ગાથામાં ધર્મધ્યાનના અધિકારીઓની ચર્ચા કરતાં ત્યાં અપ્રમત્તમુનિ, ઉપશામક નિગ્રંથ અને ક્ષેપક નિર્ઝન્થને અધિકારી તરીકે લેખ્યા છે. પણ એ ગાથાની ટીકામાં ૨ (ય) પદથી ટીકાકાર હરિભદ્રાચાર્ય મહારાજે બીજા પણ અપ્રમત્તોને લીધા છે.
એટલે કે, વિષય કે કષાયમાંથી મન નીકળી ગયું અને સ્વાધ્યાય, જાપ, પ્રભુભક્તિથી તે ઓતપ્રોત બન્યું તો તેટલો સમય સાધક અપ્રમત્ત બન્યો. અને તે ધર્મધ્યાનનો અધિકારી બન્યો.
શુક્લધ્યાનના અધિકારી ઉપર કહ્યું તેમ, પૂર્વધર અપ્રમત્તમુનિ, ઉપશામક મુનિ, ક્ષેપક મુનિ છે..
પણ, શુક્લધ્યાનના અંશ રૂપ અનાલમ્બનધ્યાન આવે ત્યારે શુક્લધ્યાનાંશ મળ્યો. અને શુદ્ધ રૂપ ગુપ્તિ તે અનાલંબનનો અંશ કહેવાય તો શુક્લધ્યાનની બહુ જ નાનકડી આવૃત્તિ ગુપ્તિ-આરાધન સમયે મળેલી કહેવાય.
(૩) શૂન્ય ધ્યાન.
નિર્વિકલ્પ અવસ્થા તે શૂન્ય ધ્યાન. અલબત્ત, આ અવસ્થા સર્વથા વિકલ્પોથી શૂન્ય નથી હોતી. એ અવસ્થા દશમા ગુણસ્થાનકને અન્ને મોહના વિલય પછી મળે. અત્યારે મોટા વિકલ્પો ગયેલા હોય, તે અવસ્થાને નિર્વિકલ્પાવસ્થા કહેવાય.
૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org