________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : આનન્દલોકની યાત્રા
પણ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવના વડે સિદ્ધ ભગવંતો સાથે સમાપત્તિ ધ્યાન દ્વારા એકતા સિદ્ધ કરીને શુક્લ ધ્યાનનું ફળ પ્રાપ્ત કરી શકે છે.” (ધ્યાન વિચાર, પૃ. ૩૫)
ટબાના આ શબ્દો પર ધ્યાન આપી શકાય : ‘શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાએ ‘સિદ્ધ સમાપત્તિ' હોવે તો તે શુક્લ ધ્યાનનું ફળ છે.' અહીં અધિકારી તરીકે કોણ તેનો ઉલ્લેખ નથી.
પરંપરા અપ્રમત્ત મુનિને અધિકારી માને છે. માત્ર શ્રાવકના પૌષધ વ્રતના અતિચારમાં અને અત્યારના મુનિવર્ગના અતિચારમાં ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાંયા નહિ' આ જે પાઠ આવે છે, તે પર વિચાર કરી શકાય.
નિરાલંબન યોગને શુક્લધ્યાનના અંશ રૂપે સ્વીકારેલ છે. તો શું એવી વિવક્ષા કરી શકાય કે શ્રાવકના પૌષધવ્રતમાં આવતી ગુપ્તિપાલનાને, શુદ્ધ તરફ ઢળતી ગુપ્તિપાલનાને નિરાલંબન યોગ ગણી એને શુક્લધ્યાનાંશ રૂપે સ્વીકારેલ હોય.
૧. દ્રવ્યગુણપર્યાયના રાસની કડી આ પ્રમાણે છે : દ્રવ્યાદિક ચિન્તાઈ સાર, શુક્લધ્યાન પણિ લહિઇ પાર;
તેમાંહિ એહિ જ આદરો,
સદ્ગુરુ વિણ મત ભૂલા ફરો. ૧/૬.
તેનો ટબો : દ્રવ્યાદિકની ચિંતાએ શુક્લધ્યાનનો પણ પાર પામીએ, જે માટે આત્મદ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ ચિંતાએ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ હોએ અને તેહની અભેદ ચિંતાએ દ્વિતીય પાદ હોએ, તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાએ ‘સિદ્ધ સમાપત્તિ' હોએ, તો તે શુક્લધ્યાનનું ફળ છે.
प्रवचनसारेऽप्युक्तम्
નો નાળવિ અરિહંત, વ્વત્ત-મુળત્ત-પદ્મવત્તેહિં ।
सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥ १८० ॥
૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org