________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : આનન્દલોકની યાત્રા
આપણે ક્રમશઃ આ ભેદો જોઈએ.
(૧) ધ્યાન. આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનનું ધ્યાન તે ધ્યાન.
પરમાત્મા અને તેમની આજ્ઞા બેઉ એક જ છે; તેથી જિનાજ્ઞાનું ધ્યાન એ જ શ્રી જિનેશ્વર પ્રભુનું ધ્યાન છે.
(૨) પરમ ધ્યાન.
ઉપર કહેલ ધ્યાન (ધર્મધ્યાન)ના લાંબા સમયના અભ્યાસથી જ્યારે સાધકમાં ક્ષમા, મૃદુતા, ઋજુતા આદિ ગુણો અને મૈત્રીભાવ વૃદ્ધિ પામે છે ત્યારે પરમ ધ્યાન રૂપ શુક્લધ્યાનનો પ્રથમ પાયો “પૃથક્વ વિતર્ક સવિચાર મળે છે.
આ શુક્લધ્યાન મુખ્યતયા શ્રેણિને પામેલ જીવોમાં હોય છે. ગૌણપણે રૂપાતીત ધ્યાન સમયે શુક્લધ્યાનનો અંશ સાધકને હોય છે.
ધ્યાન વિચાર’ ગ્રંથમાં પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજે લખ્યું છે:
પૂ. મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજે સ્વરચિત ‘દ્રવ્યગુણ પર્યાય રાસમાં જે વસ્તુ જણાવી છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ અને માર્મિક છે. તેમાંથી વર્તમાન કાળે પણ શુક્લધ્યાનની આંશિક અનુભૂતિ હોઈ શકે છે એવો મહત્ત્વપૂર્ણ ગર્ભિત નિર્દેશ મળે છે.
પૂર્વધર મહર્ષિઓ આત્માની દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપે ભેદ નથી ચિન્તા-વિચારણા કરવા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમ ભેદ “પૃથકત્વ વિતર્ક સવિચાર’ સિદ્ધ કરી શકતા હતા અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ રૂપે આત્માનું ચિંતન કરીને શુક્લધ્યાનનો બીજો ભેદ “એકત્વ વિતર્ક અવિચારીની કક્ષાએ પ્રાપ્ત કરી શકતા હતા. પણ જેમને પૂર્વનું જ્ઞાન નથી એવા મુનિઓ
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org