SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ જ્ઞાનધારા 700 ઉત્પત્તિ માટે “વાયુની ઉપસ્થિતિ પણ અનિવાર્ય છે. આચારંગભાષ્યમાં (પા. ૫૪) એને પ્રાણવાયુ (Oxygen) બતાવ્યો છે. - વિજ્ઞાનના આધારે અગ્નિની પ્રક્રિયા : ‘બળવું' અથવા “દહનના રૂપમાં થનારી રાસાયણિક ક્રિયા (Combustion)થી અગ્નિ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન મુજબ પદાર્થોના બે પ્રકાર છે – (૧) જવલનશીલ (Combustible) જેમ કે લાકડી, કોલસા, રસોઈમાં વપરાતો ગેસ, ઘાસ, રૂ, કપડું, કાગળ વગેરે જલનશીલ પદાર્થો છે. એમાં પણ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે અતિજવલનશીલ છે. (૨) અજ્વલનશીલ (Incombustible) - જેમ કે ધૂળ, માટી, પથ્થર, પાણી, કાર્બનડાયોક્સાઈડ (co), આદિ. જવલનશીલ પદાર્થોમાં મુખ્યપણે કાર્બન, હાઈડ્રોજન વગેરે ઘટક તત્ત્વો હોય છે જે બહુ જલદીથી કંબધનની ક્રિયા કરી શકે છે. આ ક્રિયા માટે ચાર શરતો આવશ્યક છે : (૧) જવલનશીલ તત્વ (૨) એની સાથે પ્રાણવાયુ (Oxygen)નો સંપર્ક, (૩) નિર્ધારિત તાપમાન (જે અલગઅલગ પદાર્થો માટે અલગઅલગ છે) અને (૪) ઉષ્મા અને પ્રકાશનું વિકિરણ. આ ચારેય શરતો એકસાથે મળે તો જ અગ્નિ પ્રગટે છે. વિદ્યુત : સચિત્ત કે અચિત્ત વર્તમાનયુગ વીજળીનો યુગ છે. એ વિષયમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧. વીજળી અગ્નિ છે કે નહીં ? ૨. વીજળી સચિત્ત છે કે અચિત્ત ૧ આ વિષય પર વિભાજ્યવાદી શૈલીથી વિચાર કરવો આવશ્યક છે. અગ્નિના મુખ્ય ધર્મ પાંચ છે - (૧) જ્વલનશીલતા (૨) દાહકતા (૩) તાપ (૪) પ્રકાશ (૫) પાકશક્તિ.. નરકમાં જે અગ્નિ છે તે જ્વલનશીલ પણ છે (સૂયગડો ૧/૫/૧૧), દાહક પણ છે (સૂયગડો ૧/૫/૧૨), એમાં તાપ અને પ્રકાશ પણ છે. (સૂયગડો ૧/૫ ૧૪), પાક-શક્તિ પણ છે (સૂયગડો ૧/૫/૧૫) છતાં પણ એ નિર્જીવ છે, અચિત્ત છે. સજીવ અગ્નિકાય ફક્ત મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy