SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા વાદળોમાં રહેલો ઘન વિદ્યુત ભાર (Positive Electric Chrge) અને ઋણ વિદ્યુત આવેશ (Negative Electric Charge). વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે પુદ્ગલ (Matter)નું ઊર્જામાં (Energy) અને ઊર્જાનું પુદ્ગલમાં પરિવર્તન થઈ શકે છે. પુદ્ગલનો સ્કંધ-સમૂહ (Mass) અને ઊર્જાના સંબંધમાં આઈન્સ્ટાઈનનું પ્રસિદ્ધ સમીકરણ છે : Emc? આમાં 'E' એટલે ઊર્જા (Emergy) (જે ઉત્પન્ન થાય છે) 'm' એટલે પુદ્ગલનું દ્રવ્યમાન (Mass) જેનો નાશ થાય છે અને 'C' એટલે શૂન્યાવકાશ (Vaccum)માં પ્રકાશની ગતિ (Velocity of Light). પુદ્ગલનાં બંને રૂપ - પદાર્થ અને ઊર્જા બંને પુદ્ગલ જ છે. એનું પરસ્પર રૂપાંતરણ થઈ શકે છે. તેવી જ રીતે દસ પ્રકારની ઊર્જાઓનું (વિદ્યુત, પ્રકાશ, ઉષ્મા આદિ) પણ પરસ્પરમાં રૂપાંતરણ થઈ શકે છે, પણ આ બધાં અચિત્ત છે, નિર્જીવ છે. માણસના શરીરની ઊર્જા : વિજ્ઞાને આજ સિદ્ધ કરી બતાવ્યું છે કે માણસની બધી ક્રિયાઓ એનામાં રહેલી વિદ્યુત ઊર્જા (Bio-electric Energy) દ્વારા થાય છે. જૈન દર્શન પણ માને છે કે ઔદારિક શરીરની પ્રત્યેક પ્રવૃત્તિમાં ‘તેજસ શરીર’ અથવા ‘પ્રાણ’નો પ્રયોગ થાય છે. એ ‘તેજસ શરીર' અને ‘પ્રાણશક્તિ' એ ઈલેક્ટ્રિક ઊર્જા છે. (ડૉ. રાધાશરણ અગ્રવાલ- ‘‘જૈવ-વિદ્યુત અથવા પ્રાંણ ઊર્જા’’ પૃષ્ઠ ૧-૪). જૈન ધર્મની માન્યતા મુજબ તેજસકાયની ઉત્પત્તિ : તેજસકાય – તેઉકાય – અગ્નિકાયના જીવોનું શરીર શરીર છે, જે અગ્નિના સ્વરૂપમાં હોય છે. આચારાંગ (પ્રથમ અધ્યયન)' દસવૈકાલિક સૂત્ર (ચતુર્થ અધ્યયન) અને પ્રજ્ઞાપના સૂત્ર (૧/૨૪-૨૬)માં આનું વિસ્તારથી વર્ણન છે. સૂક્ષ્મ તેઉકાયના જીવો સૂંપર્ણ લોકમાં વ્યાપ્ત છે, સૂક્ષ્મતાને કારણે અપ્રતિહત છે. બાદર તેઉકાયના દસવૈકાલિક (૪/૨૦)માં આઠ અને પ્રજ્ઞાપના (૧/૨૪-૨૬)માં બાર ભેદ જોવા મળે છે. મૂલાચાર (ગાથા ૨૨૧)માં એના છ ભેદો બતાવ્યા છે. આ બધા પ્રકારો અગ્નિની ઉત્પત્તિ - તેઉકાયના જીવોની યોનિ બને છે. તેજસ્કાયની જીવ-યોનિ ઉત્પત્તિમાં પૌદ્ગલિક ઉપાદાન અનિવાર્યતયા ‘ઉષ્ણતા’ છે. વળી ભગવતી સૂત્ર (શતક ૧૬ ઉદ્દેશક ૧, સૂત્ર ૫) મુજબ તેઉકાયના જીવોની ७८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy