________________
ગુરુને આચાર્યપદવી અમદાવાદમાં જેનું જોર
પૂ. આચાર્ય શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ પામ્યા ત્યારે શ્રી "શાંતિદાસ શેઠના સંબંધની કેવી અસર થઈ તે નેધતાં શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે: “ઔરંગઝેબ બાદશાહના સમયમાં ખાસ કરીને અમદાવાદમાં જૈનેનું સારું જોર હતું. શાંતિદાસ શેઠને લીધે સરકારી માણસે જૈનેનું માન જાળવતા. એ સમયમાં શાંતિદાસ શેિઠના ગુરુ શ્રી રાજસાગરસૂરિ અમદાવાદમાં નિર્વાણ પામ્યા ત્યારે એમને ઘણું ધામધૂમથી ઝવેરીવાડામાંથી લઈ ગયા હતા. બજારમાંથી લઈ જતી વખતે શહેરને કેટવાલ બંદોબસ્ત માટે સાથે હતે.૧૬ શ્રાવક અને આચાર્યની યાદગાર બેલડી
શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વગદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વને આધારે અમદાવાદમાં જેનેનું કેવું આદરભર્યું સ્થાન હતું તેને
ખ્યાલ આ ઉપરથી આવે છે, અને પિતાના ગુરુ માટે, સંઘહિતનાં કાર્યો માટે પિતાની ઓળખાણ, સંબંધ અને શક્તિને ઉપયોગ કરવામાં તેઓ પાછી પાની કરતા ન હતા તે પણ જાણી શકાય છે. આવા સંઘહિતચિંતક, વગદાર, નિષ્ઠાવાન શ્રાવક અને પરોપકારી, ધર્મને ઉદ્યોત કરનાર આચાર્ય – આ બેલડીને જૈનધર્મ સદીઓ. સુધી યાદ કરશે. -
પ્રકરણ છની પાદ છે ૧. આ દંતકથા આ જ પુસ્તકના “શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દેરાસર ” નામે આઠમા પ્રકરણમાં આપવામાં આવી છે. - ૨. શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણુ-રાસ ની રચના શ્રી કૃપાસાગરના શિષ્ય
શ્રી તિલકસાગરે કરી છે. આ રાસ અને તેને સાર મુનિ શ્રી જિનવિજ્યજી સંપાદિત ચૂકાસ માં રજૂ થયા છે. આ રાસ રચાની સાલ રાસમાં કયાંય અપાઈ નથી. પરંતુ જે પ્રત ઉપરથી આ રાસ મુદ્રિત થયેલ છે તે પ્રત. સં. ૧૭૨૨ના શ્રાવણ સુદ ત્રીજના દિવસે, એટલે કે શ્રી રાજસાગરસૂરિના નિવણ પછી ચાર-છ મહિનામાં જ, મૂળ લખાણની નકલરૂપે લખાયેલી છે એટલે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org