________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી આવતું જાણુને અણસણ ઉચ્ચારતી વખતે તેઓ જણાવે છે કે –
સંવત સતરસિ વરસ પનોત્તરિ, અહ્મારઈ પ્રાણ આધાર; સાહ શાંતિદાસ રે સુરકિ ગ, તિહાં અહ્નો જાવું નિરધાર. સુ૯ તિણિ કારણિ રે ભાદવ ઊજલી, છફ્રિ નિશિ નિવાણ શાંતિદાસ રે સહેદર ધમીના, મિલવા કરસ્યું પ્રયાણ. સુ. ૧૦ એમ કહી નઈ અણસણ ઊચરી, શરણ ચારનારે કીધ; હાથ ઊંચે કરી તવ શ્રી પૂજ્યજી, સંઘનિ ધરમલાભ દીધા. સુ. ૧૧
અર્થાત “સંવત્ ૧૭૧૫માં અમારા પરમભક્ત અને પ્રાણ જેવા પ્રિય શાંતિદાસ સ્વર્ગે ગયા. અમારે પણ પિતાના એ સ્વધર્મીને મળવા માટે જવાને અવસર આવી ચૂક્યો હોવાથી અમે પણ હવે પ્રયાણ કરીશું. તમે જે પ્રમાણે ધર્મારાધન કરે છે તે પ્રમાણે કરજે અને અમારે આ છેલ્લો ધર્મલાભ માનજો” એમ કહી સૂરિજીએ પિતાને હાથ ઊંચે કરીને તે જ વખતે ચારે આહારને ત્યાગ કરી અણસણ ઊચર્યું. તેમના પુત્રની કામગીરી
આ ઉપરથી જોઈ શકાય છે કે આચાર્ય શ્રી રાજસાગરસૂરિ પોતાના અંગત માણસ તરીકે શ્રી શાંતિદાસ શેઠની ગણના કરતા હતા. અને શ્રી શાંતિદાસ શેઠે પણ પિતાનાં સંતાનમાં જે સંસ્કાર રેડયા હતા તેને લીધે જ, શાંતિદાસના મૃત્યુ પછી જ્યારે શ્રી રાજ. સાગસૂરિ પિતાની કારકિદીના છેલ્લા ચમાસા દરમ્યાન અમદાવાદમાં હતા ત્યારે, શેઠ શ્રી શાંતિદાસના પુત્રએ, તે સમયના બીજા આગે. વાન જૈન ગૃહસ્થ સાથે મળીને, શ્રી રાજસાગરસૂરિજી અમદાવાદનાં પરામાં બિરાજમાન હતા ત્યાં ચોમાસામાં કીચડ ખૂંદીને જવું તેને ન ફાવે એમ વિચારીને અને પૂ. આચાર્ય શ્રી રાજસાગરસૂરિની રોગ્ય સેવાચાકરી શક્ય બને એ માટે તેમને મૂલા સાહના ઉપાશ્રય માં આણ્યા હતા.૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org