________________
ગુરુને આચાve વર્ણન રાસમાં ઘણાં કરેલાં છે. શાંતિદાસ અને રાજસાગરનિી કીતિ એક જ હતી એમ રાસાગરસૂરિના શસમાં લખ્યું છે.૧૨. શ્રી કોમિસેટ્યૂિટતું મંતવ્ય
સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેમિસેરિયેટ પણ શ્રી શાંતિદાય શેઠ, આચાર્ય શ્રી રાજસાગરસૂરિ મને સાગચ્છની સ્થાપના આ બધા વિષે, “ચિંતામણિપ્રશસ્તિ'ના આધારે નેંધ કરે છે : “શાંતિ. દાસની કારકિદીને બીજો એક ધાર્મિક બનાવ કે જેની “ચિંતામણિ પ્રશસ્તિ'માં સેંધ લેવામાં આવી છે તે એ છે કે, આ સિતારાએ (શાંતિદાસે) પિતાના ધાર્મિક ગુરુ મુક્તિસાગરને પૂ. શ્રી વિજયદેવસૂરિના હાથે આચાર્યપદ અપાવવા માટે ઈ. સ. ૧૬૩૦ (સં. ૧૬૮૬)માં પિતાની વિશાળ સત્તા–લાગવગને ઉપયોગ કર્યો હતે. આ ઉત્સવ અમદાવાદમાં મહાવીરસ્વામીને દેરાસરમાં ઊજવાયે હલે અને આ પ્રસંગે મુક્તિસાગરે રાજસાગરસૂરિનું નવું નામ ધારણ કર્યું હતું, કે જે નામે તેઓ ૧૭મી સદીના જૈન સંઘના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. રાજસાગરસૂરિ ગુજરાતમાં જેનેના વિશિષ્ટ ગચ્છ સાગરગામ સ્થાપક બન્યા, જેના ખાસ અનુયાયીઓમાં શાંતિદાસની ગણના કરવામાં આવે છે. શાંતિદાસના ભત્રીજા વસ્તુપાલ- વર્ધમાનના પુત્રે – અમદાવાદમાં મુક્તિસાગરને સૂરિપદ અપાયાના પ્રસંગે ખૂબ દ્રવ્ય વાપર્યું હતું એમ પણ આપણને જાણવા મળે છે” ૧૩
આ બધાં અવતરણ અને ઉલેખે ઉપરથી આપણને જાણવા મળે છે કે શ્રી રાજસાગરસૂરિ અને શ્રી શાંતિદાસ શેઠ –- આ બે નામે એકબીજા સાથે અવિભાજ્યપણે સંકળાયેલાં હતાં. એક નામ યાદ કરતાં બીજું નામ અવશ્ય યાદ આવી જ જતું હતું. પૂ. આચાર્ય શ્રી સાગરસૂરિના છેલ્લા ધર્મલાભ ..."
* પૂ. રાજસાગરસૂરિ પોતે પણ મરણપયત શ્રી શાંતિદાસ અને તેમના કાર્યોની સુવાસને ભૂલી શક્યા ન હતા. તેથી તે મૃત્યુ નજીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org