________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી પધાર્યા હોઈ શ્રી શાંતિદાસને હૈયે ઘણે ઉમંગ હતું અને ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવાની પિતાની લાંબા સમયની ઇચ્છાને તેઓ સંતોષવા માગતા હતા, એટલે શેઠ શ્રી શાંતિદાસે ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા. પરંતુ “સારાં કામમાં સે વિઘન” એ ન્યાયે આ ધ્યેય પાર પાડવાની આડે પણ કેટલાંક વિM આવ્યાં એમ “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસના કર્તા મુનિ શ્રી તિલકસાગર જણાવે છે. ૪ - અમદાવાદમાં તે સમયે બિરાજમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સહચરેએ મુક્તિસાગરજીને આચાર્ય પદવી ન મળે તે દિશામાં પિરવી કરવા માંડી હતી, તેથી સમયજ્ઞ શેઠ શ્રી શાંતિદાસ મુક્તિ સાગરજીને સાહ મૂલાના ઉપાશ્રયમાં લઈ ગયા. મુનિ શ્રી તિલકસાગરજી આ પ્રસંગે આવેલ બીજા વિદને કે ઊભા કરવામાં આવેલ અવરોધો . અંગે મૌન સેવવાનું પસંદ કરીને જણાવે છે :
ઈહા તે વાત અનંત ઈિ, કહિતાં નાવઈ પાર; આચારિજ પદ પામિઆ, તે સાંભલે વિચાર.૫
આ પ્રસંગે થયેલ બધી ખટપટ જાણવાની અને તેની ચર્ચામાં -ઊતરવાની જરૂર પણ નથી. અહીંયાં એ હકીક્ત અગત્યની છે કે, આટલી ખટપટ થઈ હોવા છતાં શ્રી મુક્તિસાગરજીને આચાર્યપદ આપી શકાયું તેની પાછળ સંઘહિતકર્તા અને પિતાના ગુરુ માટે માનની લાગણી ધરાવનાર શ્રી શાંતિદાસ ઝવેરીના અસાધારણ પ્રયત્ન રહેલા છે. વિને આવવા છતાં પણ તેમણે અડગ રહીને પિતાને ગુરના બહુમાનને પ્રસંગ, ગમે તે રીતે, શક્ય બનાવ્યું. આ બીના શ્રી શાંતિદાસ ઝવેરીના મનની અડગતા અને પિતાના ગુરુ પ્રત્યેની ભક્તિને અભિવ્યક્ત કરે છે. આચાર્યપદ
ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરજીને આચાર્યપદ અપાયું તે પ્રસંગનું રિચક બયાન “શ્રી રાજસાગરસૂરિ–નિવણ-રાસમાં પાંચમી ઢાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org