________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી તૈયાર કરાવ્યાં હતાં. આશરે પંદરેક હજાર માણસ માટે ઉતારે, રસોઈ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી પિતાની સાથે. સાધુ-સાધ્વીઓને જે મેટો સમુદાય હતે તેને દેવદર્શન-પૂજનને લાભ મળે એટલા માટે એક જિનાલયની પણ, સંઘ સાથે, સગવડ રાખવામાં આવી હતી. - આટલા લાંબા સમયની મુસાફરીમાં માર્ગમાં કઈ સાજા-માંદા થાય તે બનવાજોગ છે એમ વિચારીને માર્ગમાં સારવાર માટે વૈદ્યો સાથે. રાખ્યા હતા. માર્ગમાં ગાડાં પસાર થઈ શકે એવા રસ્તાઓ જ્યાં ન હતા, ત્યાં નવા રસ્તાઓ પણ બાંધવામાં આવ્યા હતા. વળી આટલા બધા લેકે, આટલે બધે સમય એક સાથે રહે ત્યારે અંદરોઅંદર નાની મોટી તકરારો થાય ત્યારે શ્રી શાંતિદાસ શેઠ તેમને કુશળતા-- પૂર્વક નિકાલ કરી દેતા. તેમની સાથે રાજ્યે મોકલેલ સૈન્ય હેવાથી. માર્ગમાં લૂંટફાટ જેવા બનાવો બન્યા ન હતા, અને એકંદરે શાંતિપૂર્વક છરી’ પાળતે આ સંઘ પાલીતાણ પહએ હતે. આ. પ્રસંગે સ્વામિવાત્સલ્ય અને સંઘભક્તિમાં શ્રી શાંતિદાસે છૂટે હાથે ધન વાપર્યું હતું.
પાલીતાણા પહોંચ્યા બાદ તળેટીમાં તંબૂ નાખીને પડાવ કરવામાં આવ્યું હતું. જે દેરાસરને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા ત્યાં. મહત્સવ કરવામાં આવ્યું હતું. શ્રી આદીશ્વરજી ભગવાનના મુખ્ય દેરાસરમાં આદીશ્વરજીની મૂર્તિની બંને બાજુમાં જે ગેખ બંધ વેલા તેમાં શુભ મુહૂર્ત જોઈને નવાં બિંબની પ્રતિષ્ઠા પણ આ સમયમાં આવી હતી. શ્રી શાંતિદાસ શેઠે પ્રતિષ્ઠિત કરેલ આ બંને ગેખ આજે પણ વિદ્યમાન છે. ૧૩ આ પ્રસંગને શ્રી કેમિસેરિયેટનું સમર્થન
શ્રી ચિંતામણિ પ્રશસ્તિને આધારે આ પ્રસંગની ધ લેતાં ઇતિહાસવિદ્દ શ્રી કેમિસેરિયેટ જણાવે છે : “ઈ. સ. ૧૬૧૮માં તે સંઘપતિ બન્યા અને ખૂબ મોટી સંખ્યામાં સાધુઓના સહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org