________________
સઘપતિ શ્રી શાંતિદ્યાસ
જયમાં મહુસનાથ()ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.”૧૧
આમાં ઉલ્લેખ છે તે પ્રમાણે સંવત ૧૯૬૯ (ઈ. સ. ૧૬૧૨૧૩)ની શત્રુંજયની પેાતાની યાત્રા દરમ્યાન શત્રુંજય પર્વત પર જીણુ થઈ ગયેલાં દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવાની વ્યવસ્થા તે કરતા આવેલા. ઈ. સ. ૧૬૧૮માં આ કામ પૂરું થઈ ગયાની ખબર પડતાં તેમણે પોતાના ગુરુ શ્રી મુક્તિસાગરજીને આ અ'ગે વાત કરતાં, પૂ. શ્રી મુક્તિસાગરજીએ સંઘ સાથે પાલીતાણા જઈ ને પ્રતિષ્ઠા કરવાના આદેશ આપ્યા, એટલે શ્રી શાંતિદાસ શેઠે પેાતાના ભાઈ વમન શેઠની સમતિ મેળવીને શ્રી સિદ્ધાચલજીને સંઘ કાઢવાના નિ ય કર્યાં. આ પ્રસંગની વિગતાથી માહિતગાર થઈ એ.૧૨ શ્રી સિદ્ધાચલના સઘ
તે જમાનામાં સંઘ કાઢવા એ આજના જેટલું સરળ કામ ન હતું. આજના જેટલાં સગવડનાં સાધના ત્યારે ન હતાં, પાકા રસ્તા ન હતા, માર્ગોમાં ચાર, લૂટારા, ડાકુઓના ભય હતા. તેવે વખતે અમદાવાદથી છ રી’ પાળતા સંઘ કાઢીને શ્રી શત્રુંજય પહેાંચવું એ ખૂબ વ્યવસ્થાશક્તિ માગી લે એવું કામ હતું. રાજદરબારમાં બદશાહ સાથે પેતાના જે ગૌરવભર્યાં સંબધા હતા તેના ઉપયેગ કરીને આ કામને તેમણે કઇક અંશે આસાન બનાવી દીધું હતું.
૫૩
તેમણે તે વખતના ખાદશાહુ જહાંગીર પાસેથી, માર્ગમાં આવતા જુદા જુદા પ્રદેશના સુબાએને આ સંઘને મદદ કરવા માટેની આજ્ઞા . આપતા આજ્ઞાપત્ર મેળવ્યા હતા. અમદાવાદના તે વખતના સૂબા આજમખાને શ્રી શાંતિદાસ શેઠને સંઘ માટેની વ્યવસ્થાના ખાખસ્ત કરી આપવાનું જણાવ્યું હતું. અને તે મુજબ રક્ષણ માટે પાંચસે માણસાનું સૈન્ય આપ્યું હતું.
સંઘની સાથે સેંકડા તંબૂએ રાખવામાં આવ્યા હતા, કે જેથી એક જગાએ મુકામ હાય તે વખતે તેની આગળના મુકામે તૈયારી થઈ શકે. શ્રી શાંતિદાસ શેઠે લગભગ ત્રણેક હજાર જેટલાં ગાડાંએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org