________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી શ્રી રત્નમણિરાવ શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના બહેળા વેપારની સેંધ લેતાં જણાવે છે: “–એ (શાંતિદાસ) મોટા સાહસિક વેપારી પણ હતા. ઝવેરાતને વેપાર એમને મુખ્ય ધંધે હતું, પણ પાછળથી બધામાં વેપાર કરતા એમ જણાય છે. અમદાવાદના શરાફે ના એ શિરોમણિ હતા...વેપારમાં અમદાવાદ ઉપરાંત સુરત, બુરહાનપુર, બીજાપુર, દિલ્હી, આગરા, સિંધલ અને સિમાણુ વગેરેમાં એમની પેઢીઓ અગર આડતે હતી.”
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ પિતાના ભાઈ વર્ધમાન સાથે સંપીને કાર્ય કરવા માટે વ્યવસ્થા એ પ્રકારની ગોઠવી હતી કે શ્રી શાંતિદાસ પિતાના ધંધારોજગારને લગતાં બહારનાં કાર્યો સંભાળતા હતા, જ્યારે વર્ધમાન શેઠ પેઢીને વહીવટ સંભાળવાનું કાર્ય કરતા હતા. ધંધાર્થે ગામ-પરગામ ફરવું, રાજકારણનાં અને જાહેર હિતને લગતાં કામ કરવાં એ શ્રી શાંતિદાસને નિત્યક્રમ હતે. વિપારી તરીકે ઉચ્ચ સ્થાન
વેપારી તરીકે તેમણે જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેની નેધ લેતાં શ્રી એમ. એસ. કેમિસેરિયેટ ગ્ય શબ્દમાં જ જણાવે છેઃ “જહાંગીર અને શાહજહાંના સમયમાં સાકેય જીવન જીવી જનાર, અમદાવાદના જૈન સિતારા શાંતિદાસ ઝવેરીને તેમની નાણાં ધીરનાર તરીકેની અને ધંધાની દષ્ટિએ ઝવેરી તરીકેની મહાન આવડતે તેમને દિલ્હીના રાજદરબારમાં બેંધપાત્ર ગૌરવ અને લાગવગ મેળવવા માટે શક્તિમાન બનાવ્યા હતા. તેમણે જે ઉચ્ચ સામાજિક દરજજો પ્રાપ્ત કર્યો હતો તેનાથી એ સાબિત થતું હતું કે ૧૭મી સદીના, ખાસ કરીને ગુજરાત પ્રદેશના મુખ્ય શહેરના હિંદુ વેપારીઓ અને નાણાં ધીરનારાઓ તેમના વેપાર અને વાણિજ્યમાં રેજિંદા કાર્યો કરવા માટે સર્વથા મુક્ત હતા, અને ઉચ્ચ રાજકીય અને વહીવટી પ્રવૃત્તિથી અળગા રખાયા હોય તે પણ તેઓ ખૂબ ધન તે એકઠું કરી જ શકતા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org