________________
શાહી ઝવેરી અને નગરશેઠ બેહેને એ કહીએ કે અહીથી જવાબ નહીં. તમારે તે અહીં જ રહેવું. એ પ્રમાણે ઘણું ઘણું કહીએ, પણ સાંતીદાસ તે હઠ લઈનેં બેઠો કે માહારે તે જવું ને જવું. તાહારે રાણીઓએ કહીએ કે તું માહારે ભાઈ કહેવાઓ તેથી તહને ઠાલાલે જવા દઈએ એ તે કાંઈ ઠીક નહીં. માટે તમે થોડા દહાડા સબુર ખમોને અમને બાદશાને કેહેવા દે. પછી તેઓ બાદશાને કહીએ કે મારે ભાઈ સાંતીદાસ જાઅ છે તેમનેં કાંઈ વિદાયગરી આપવી ને એવી આપવી કે તે વંશ પરમપુરા ચાલે તારે બાદશા બોલે કે કંઈ ગામ આપો. સાંતીદાસનેં ગાંમ આપવા માંડાં તે લીધાં નહીં. ને કહીએ કે સાહેબ અમારે ગામ ના જોઈએ. અમે વાણીઆ ભાઈ બાદશા બેલા તારે તે તમારે શું જોઈઍ. સાંતીદાસે વિચાર, કે અમદાવાદ શહેર જેવું બીજું શહેર કે નથી માટે એ શહેરની નગરશેઠાઈ લેઉ તે ઠીક. મેં વળું આપણું વતનમાં પણ આવીશું એવું ધારીને અમદાવાદની નગરશેઠાઈ માગી તારે બાદશાએ નગરશેઠાઈ આપીને વરશે દહાડે રૂપૈઆ બાંધી આપી તે શીવાએ બીજુ આપવું હશે તે આપી વદાઅ કીધા. સાંતીદાસ પછી અમદાવાદ આવીને વશા.”
' “અમદાવાદને ઈતિહાસ' નામે ઈ. સ. ૧૮૫૧માં લીથે પ્રેસમાં છપાયેલ આ પુસ્તકનું મહત્વ, આજે તેનાં પ્રકાશનને સવાસો કરતાં ય વધુ વર્ષ થવા છતાં બિલકુલ ઘટયું નથી તેની પ્રતીતિ આપણને ઈ. સ. ૧૯૭૭માં ગુજરાત વિદ્યાસભાએ પ્રકાશિત કરેલ તેની બીજી આવૃત્તિ જોતાં થાય છે.
* ઈ. સ. ૧૮૫૦માં ગુજરાત વર્નાકયુલર સોસાયટી (અત્યારની ગુજરાત વિદ્યાસભા)એ એક ઠરાવ કરીને “અમદાવાદને ઇતિહાસ” લખવા માટે ૫૦ રૂા. નું ઇનામ બહાર પાડ્યું. આ ઇનામ પ્રસ્તુત પુસ્તકના લેખક અને તે સમયની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી શ્રી મગનલાલ વખતચંદ શેઠને ફાળે ગયું અને આ ઈતિહાસનું પ્રકાશન ઈ. સ. ૧૮૫૧માં ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કર્યું . .
આ પુસ્તકના લેખક શ્રી મગનલાલ વખતચંદ સાચા અર્થમાં સંશોધક હતા. તેમણે આ પુસ્તકમાં અમદાવાદના હુન્નર-ઉદ્યોગ, શિલ્પ–સ્થાપત્ય, અમદાવાદની નાનીમોટી પળો, તેમાં રહેતા લેકે અને તેમની જ્ઞાતિ તથા ધંધા વગેરેની ઘણી માહિતી આપી છે.
૧૧. જુઓ : “જેરામા', નિવેદન, પૃ. ૯.
આ જ પુસ્તકમાં “શ્રી શાંતિદાસ શેઠજીને રાસમાં બીજી ઢાળમાં આ પ્રસંગે આ રીતે રજૂ થયા છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org