________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી (ક) દીકરીને સાસરવાસો પૂર્યો-બેગમની આગતાસ્વાગતા કરી
જહાંગીરે નગરશેઠપદ આપ્યું
આ જ પ્રસંગની કેટલીક હકીકતે આપણને મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિરચિત “શ્રી શાંતિદાસ શેઠજીને રાસમાંથી પણ પ્રાપ્ત થાય છે. આ રાસમાં જણાવ્યા મુજબ દિલ્હીપતિ અકબરને ત્યાં તેમની બેટી પરણતી હતી. તે વખતે ઝવેરીબાનું પૂરું કરવાને હકમ મળતાં શ્રી શાંતિદાસ શેઠે ઉચ્ચ ઝવેરાત ભેટ તરીકે કહ્યું. તેનું મૂલ્ય પૂછતાં તેને શાહજાદીને સાસરવાસે ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ ખૂબ ખુશ થયે. આ વખતમાં બાદશાહની બેગમ કેઈક કારણસર પિતાના જ્યેષ્ઠ શાહજાદા (સલીમ – જહાંગીર)ને લઈને અમદાવાદ ચાલી આવી અને પાતશાહની વાડીમાં ઊતરી. તેની ખાતર-બરદાસ્ત શાંતિદાસે ખૂબ સારી રીતે કરી એટલામાં અકબર બાદશાહ મૃત્યુ પામતાં બેગમ તરત જ શાહજાદાને લઈને દિલ્હી પાછી ગઈ અને શાહજાદ સલીમ “જહાંગીર” નામ ધારણ કરીને ગાદી પર આવ્યું. શાંતિદાસને તેણે મામા કહ્યા અને એમને રાજનગર(અમદાવાદ)ની સૂબાગીરી સપી તથા અમદાવાદના નગરશેઠની પદવી પણ આપી ૧૧
આ રાસ જે પુસ્તકમાં પ્રસિદ્ધ થયે છે તે પુસ્તક “જૈન ઐતિહાસિક રાસમાળા'ની સમાલોચનામાં આ પુસ્તકના સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જણાવે છે: “શાંતિદાસ શેઠે ઝવેરાતના વ્યાપારી તરીકે જબરી ખ્યાતિ મેળવી છે, તેની સાથે અકબર બાદશાહની બેગમને સહાય કરી જહાંગીર બાદશાહના મામાનું બિરૂદ મેળવ્યું છે. જહાંગીર બાદશાહે “નગરશેઠની પદવી પણ આપેલ છે”૧૨ (૩) ઔરંગઝેબે નગરશેઠાઈ આપ્યાને મત - શ્રી શાંતિદાસ ઝવેરીને નગરશેઠ પદ અકબર, જહાંગીર કે શાહજહાંએ નહીં પણ મોગલ બાદશાહ ઔરંગઝેબે આપ્યું એ પગે એક મત પ્રવર્તમાન છે. “જૈન ઐતિહાસિક રાસમાળા'માં જહાંગીરે શ્રી શાંતિદાસ શેઠને નગરશેઠપદ આપ્યું એ જે મત ઉપર રજૂ કર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org