SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી કરી અને નગરશેઠ ખુશ થઈને પિતાના દરબારના પ્રથમ પંક્તિના અમીર તરીકે શ્રી શાંતિદાસની નિમણુક કરી અને પોશાક તથા પાઘડી ભેટ મોકલ્યાં. સાથે સાથે બાદશાહે તે સમયના અમદાવાદના સૂબા આજમખાનને શ્રી શાંતિદાસને અમદાવાદના નગરશેઠ તરીકે સ્થાપવાની આજ્ઞા કરી. આમ શ્રીયુત ડુંગરશીભાઈ સંપટના જણાવ્યા મુજબ શ્રી શાંતિ દાસ ઝવેરીના ઔદાર્ય અને અતિથિસત્કારથી ખુશ થવાને કારણે તેમને અકબર બાદશાહ તરફથી આ શાહી માન પ્રાપ્ત થાય છે. (બ) બેગમના માનીતા ભાઈ–વિદાયવેળાએ નગરમાઈ માગે છે - ઝવેરમાં કીડ દેશવનાર શ્રી શાંતિદાસને બાદશાહ સેનાના કડાં ને પાલખી વગેરે સરપાવ આપે છે તેમ જણાવ્યા પછી શ્રી મગનલાલ વખતચંદ તેમને નગરશેઠ૫દ કેવી રીતે પ્રાપ્ત થયું તે વાત રજૂ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રસંગ પછી શ્રી શાંતિદાસ રાજદરબારમાં જતા-આવતા થયા ને બાદશાહના માનીતા થયા. ધીમે ધીમે તેઓ બાદશાહના જનાનખાનામાં પણ પ્રવેશવા માંડયા અને એટલે વિશ્વાસ સંપાદન કર્યા કે બેગમેએ તેમને ભાઈ માન્યા. ઘણા દિવસે ત્યાં રહ્યા પછી શ્રી શાંતિદાસે દિલ્હીમાંથી વિદાય થવાની ઈચછા વ્યક્ત કરી ત્યારે પિતાના ભાઈને ઠાલે હાથે જવા ન દેવાના ખ્યાલથી બેગમેએ બાદશાહને શ્રી શાંતિદાસને કંઈક આપવા જણાવ્યું. બાદશાહે તેમની રીતરસમ મુજબ કઈક ગામ ભેટ આપવાનું વિચાર દર્શાવ્યું, પણ તેને બદલે શાંતિદાસે અમદાવાદની નગરશેઠાઈ માગી કે જેથી અમદાવાદ જેવા મોટા શહેરમાં પિતાને પ્રભાવ પડી શકે તેવું પદ મળે અને પિતાને પોતાના વતનમાં જવાને લાભ પણ મળે. વળી આ પદ પિતાના પૂરતું મર્યાદિત ન રહેતાં પિતાનાં સંતાને અને ભાવી પેઢીઓને પણ વારસામાં મળ્યા કરે તેમ દીર્ધદષ્ટિથી વિચારીને તેમણે કઈ ગામ ભેટ લેવાને બદલે અમદાવાદની નગરશેઠાઈ માગી. આ ઉપરાંત બાદશાહે તેમને વર્ષે દા'ડે અમુક રૂપિયા બાંધી આપ્યા. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy