________________
૨૬ .
નગરશેઠ શાંતિદાસ ઝવેરી (અ) હીરાનું મૂલ્ય કેટલું?
શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટ શ્રી શાંતિદાસ શેઠના રાજદરબાર સાથેના સંબંધની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે જે પ્રસંગ નોંધે છે તે જોઈએ.'
અકબરને રાજદરબાર આગરાના દિવાને આમમાં ભરાયે છે. અવારનવાર અવનવી ચર્ચાઓ અને કેયડાઓ રજૂ કરીને પ્રજાજનના હીરને તપાસીને મેગ્ય, પ્રભાવશાળી, બુદ્ધિશાળી, વ્યક્તિઓની કદર કરવાના શેખન બાદશાહ અકબરે આજે, પિતાના ઝવેરીએ વિમાસણમાં પડી જાય એ પ્રશ્ન સભા સમક્ષ રજૂ કર્યો છે. બાદશાહે પિતાની પાસે રહેલે એક અમૂલ્ય હીરે સભામાં એકઠા થયેલા હિંદના મશહૂર ઝવેરીઓ સમક્ષ રજૂ કરીને તે હીરાનું ચકકસ મૂલ્ય આકવાને અને એમ કરીને ઝવેરી તરીકેની પિપિતાની કાબેલિયત પુરવાર કરવાને પડકાર ફેંક્યો છે. જેને ઝવેરાત પારખવાનાં શાસ્ત્રોનું પૂરું જ્ઞાન હેય તે જ વ્યક્તિ રાજાને અપેક્ષિત, ચોક્કસ અને યોગ્ય જવાબ આપી શકે. - રાજાને પ્રશ્ન સાંભળીને ઝવેરીઓ વિચારમાં પડી ગયા. આ હીરાનું ચોકકસ મૂલ્ય કેટલું?– એ પ્રશ્ન હરા પારખવાનું કામ કરનાર ઝવેરીની પિતાની જ પરખ કરે તે પ્રશ્ન છે. વળી આજે જોવામાં આવ્યે એ પાણીદાર હીરો તે આ પહેલાં કઈ દિવસ ઝવેરીઓના લેવામાં આવ્યું જ ન હતે. - રાજદરબારમાં ભેગા થયેલા બધા ઝવેરીએ રાજાને શું જવાબ આપે એ વિમાસણમાં પડી ગયા, તે સમયે એક યુવાન વેપારી આગળ આવ્યું. તેણે શહેરના નામાંકિત ઝવેરીઓ પાસેથી તે હીરે જેવા માગે. હીરાને બરાબર જોઈને એણે તેની જુદી જુદી રીતે પરીક્ષા કરી. કાટલા કાઢીને તેને જોખી જે, સૂર્યના તડકામાં અને છાયામાં તેને તપાસી જોયે, ઉપર કાચ મૂકીને તેનું નિરીક્ષણ કર્યું, તેનાં પાસાં જોયાં, ઊંચાઈ-પહોળાઈ માપી જોઈ, એમાં કઈ એબ કે ખેડખાંપણ તે નથી ને? – એ પણ તપાસી જોયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org