________________
મોગલ રાખ્યકાળ અને જૈનધર્મ
છતવા માંડયા. તેનાં આવાં ઉતાવળિગા પગલાંનાં કઈ સારાં પરિણામ તે ખાસ ન આવ્યાં, પણ ધીમે ધીમે ઔરંગઝેબની સસ્તા ઓસરતી ગઈ અને ઈ. સ. ૧૭૦૭માં, ઔરંગઝેબના મૃત્યુ પછી, ભારતમાં મોગલ સત્તા લગભગ અસ્ત થઈ ગઈ
આ રીતે જોઈએ તે ભારતમાં મોગલ સત્તાને અસરકારક સમય ઈ. સ. ૧૫૫૬થી ઈ. સ. ૧૭૦૭ને ગણી શકાય. તેમાં પણ ઔરંગઝેબના સમયને બાદ કરતાં અકબર, જહાંગીર અને શાહજહાં આ ત્રણ રાજવીઓને ઈ. સ. ૧૫૫૬થી ઈ. સ. ૧૬૫૮ સુધીને સમય ભારતની પ્રજા માટે સુખ, સમૃદ્ધિ, જાહેરજલાલી અને આબાદીને સમય બની રહ્યો હતે. જૈનધર્મને પ્રભાવ વધારનાર વ્યક્તિઓ અને ઘટનાઓ
મેગલના સમયમાં, વિશેષ કરીને અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં, જૈનધર્મ અને જૈન સંઘની પ્રભાવના થાય અને તેના મહિનામાં વધારે થાય તેવાં સત્કાર્યો કરનાર અનેક શાસનપ્રભાવક આચાર્યો અને શ્રાવકે થઈ ગયા. જૈનધર્મને વિકાસ થાય એવી અનેક ઘટનાઓ એ સમયમાં બની.
જુદા જુદા ગચ્છના તે સમયના વિદ્વાન આચાર્યોની નામાવલી જોઈએ તે જણાશે કે ખરતરગચ્છમાં આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ અને શ્રી જિનસિંહસૂરિ, અંચળગચ્છમાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિ તપગચ્છમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી અને એમના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિ, ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર, ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્ર, મુનિ સિદ્ધિચંદ્ર; સાગરગચ્છના આચાર્ય શ્રી રાજસાગરસૂરિ– વગેરેએ આ સમય દરમ્યાન જૈન શાસનને વિકાસ થાય તેવાં અનેક કાર્યો કર્યા હતાં.
તે સમયના આગેવાન શ્રેષ્ઠી-શ્રાવકે જોઈએ તે આગરાના કુંરપાળસોનપાલની બાંધવબેલડી, બિકાનેરના મંત્રી શ્રી કર્મચંદ બચ્ચાવત, જેસલમેરના પીરશાહ વગેરેનાં નામ આગળ તરી આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org