________________
મેાગલ રાજ્યકાળ અને જૈનધમ
૨૧
કરીને, તેમની સાથે હળીમળીને રહેવા માટેના પ્રયત્નો શરૂ કરીને, હિંદુ પ્રજાનાં દ્વિલ જીતી લીધાં હતાં. તેની આવી વિશાળ રાજનીતિના પરિણામ રૂપે જ મેગલ રાજવીઓ ભારતમાં સ્થિર થઈને દેઢ સદી જેટલા લાંબા સમય સુધી સારી રીતે રાજ્ય કરી શકયા હતા.
અકબરે પેાતાના રાજ્યના વિકાસ માટે હિંદુ પ્રજામાંથી પણ શાણા, તેજસ્વી, કુશળ, શક્તિશાળી માણસે શેાધી કાઢીને તેમને પોતાના રાજદરબારમાં સ્થાન આપ્યું હતું અને એ રીતે એણે મેગા પહેલાં ભારત પર રાજ્ય કરનાર મુસલમાન સુલતાનાએ હિંદુ સામે શકા અને અસહિષ્ણુતાની જે દીવાલ ઊભી કરી હતી તે દીવાલને તેડી નાંખવા માંડી હતી. તદુપરાંત, હિંદુઓ પર લાદવામાં આવેલ ચાત્રાળુવેરા, જજિયાવેરે જેવા અન્યાયી કરવેરાઓ તેણે દૂર કર્યાં હતા. અને પોતે અખર પ્રદેશના હિંદુ રાજવી બિહારીમલની કુવરી જોધાબાઈ સાથે લગ્ન પણ કર્યાં. હતાં. ટૂંકમાં, અકારે હિંદુ પ્રજા સાથે હળીમળી જવા માટે પાતાનાથી બનતા અથા જ પ્રયત્ના કર્યાં હતા.
વળી અકબરે હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, શીખ, ઈસાઈ વગેરે ધર્માંના વડાઓ તથા વિદ્વાનેા સાથે અવારનવાર, લગભગ દર અઠેવાડિયે, ધમાઁચર્ચા કરવાના શિરસ્તા શરૂ કર્યાં હતા અને એમ કરીને દરેક ધર્મનું પોતાનું આગવું ગૌરવ જળવાય અને સાથેસાથે દરેક ધ બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુ અને તે પ્રકારનું વાતાવરણ પાતાના રાજ્યમાં સવાના અનુકરણીય પ્રયત્ન કર્યાં હતા. આની સાથે જ એણે પેાતાના રાજ્યમાં કળાકારો, કારીગરો, વેપારીઓ, સાહિત્યકાર વગેરેને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.
જહાંગીર અને શાહજહાં
અકબરની આવી વિશાળ રાજનીતિ અને કુશળતાભર્યાં વહીવટનાં સારાં ફળ, વિશેષ કરીને અકબર પછીના એ મેગલ રાજવીએ જહાં
ગીર અને શાહજહાંએ સારી રીતે ભેગવ્યાં હતાં. દક્ષિણ ભારતના
અમુક પ્રદેશને માદ કરીને, અકબરે સારી રીતે વિસ્તારેલ સમગ્ર
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org