SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મોગલ રાજ્યકાળ અને જનધર્મ શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ સહસકિરણ ઝવેરીના જીવનને લગતી ઘટનાઓ વિષે માહિતી મેળવીએ પૂર્વે, જે યુગમાં તેઓ થઈ ગયા તે યુગના ભારતના ઈતિહાસમાં જરા ડેકિયું કરી લઈએ. આ ઐતિહાસિક પરિસ્થિતિના પ્રકાશમાં જ શ્રી શાંતિદાસ ઝવેરીનાં જીવન અને કાર્યોને આપણે ગ્ય રીતે સમજીને મૂલવી શકીએ. શ્રી શાંતિદાસના જીવનકાળ દરમ્યાન ભારતમાં મેગલેનું સામ્રાજ્ય હતું, એટલે ભારતમાં મેગલ સામ્રાજ્યને ઈતિહાસ આપણે જે પડશે. મોગલ બાદશાહ બાબર અને હુમાયુ - ઈસવીસનની સેળમી સદીના ત્રીજા દસકામાં – સને ૧૫૨૬માં – પ્રથમ મેગલ બાદશાહ બાબરે, સુલતાનને હરાવીને, હિંદમાં પ્રવેશ કર્યો અને ઈ. સ. ૧૫૨૬થી ૧૫૩૦ સુધી, પાંચ વર્ષ રાજ્ય કર્યું. બાબર ઉફે ઝહીરૂદીન મહમદ પરાક્રમી રાજવી હતા, કુદરતને પ્રેમી અને કવિ હેવાની સાથે સાથે તેને રખડપટ્ટી કરીને જુદા જુદા પ્રદેશ સર કરવાને શેખ હતે. બાબરને પુત્ર હુમાયુ આરામપ્રિય, અફીણું અને નબળી ' ઈચ્છાશક્તિ ધરાવનાર રાજવી હતા. તેણે ઈ. સ. ૧૫૩૦થી ૧૫૪૦ સુધી દસ વર્ષ ભારતમાં રાજ્ય કર્યું અને ઈ.સ. ૧૫૪૦માં સુલતાનેએ ભારતની રાજગાદી હુમાયુ પાસેથી છીનવી લીધી. સુલતાને રાજ્યકાળ, મેગલે પહેલાં ભારત પર રાજ્ય કરનાર આ મુસલમાન સુલતાને ચુસ્ત ઈસ્લામધમી હતા અને પિતાના ઈસ્લામ ધર્મને જ મહાન માનતા. તેમના રાજ્યકાળમાં ભારતની વિશાળ હિંદુ પ્રજાને એશિયાળું જીવન વિતાવવું પડતું, અન્યાયી કરવેરા ભરવા પડતા, રાજદરબારમાં એમને કયાંય સ્થાન ન મળતું. સુલતાન રાજવીઓ હિંદુધર્મ તથા હિંદુપ્રજા સાથે ન એકરૂપ થઈ શક્યા, ન તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy