SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી એક હકીકતની નેધ તે આપણને અનેક જગ્યાએ જોવા મળે છે કે શેઠશ્રી શાંતિદાસ બાદશાહ અકબરના રાજદરબારમાં ઝવેરી તરીકે ઉપસ્થિત થયા હતા. ૧૪ મેગલ બાદશાહ અકબર ઈ. સ. ૧૬૦૫માં મૃત્યુ પામ્યા. અકબરના રાજદરબારમાં હાજર થઈને એક ઝવેરી તરીકેની નામના મેળવનાર શાંતિદાસની ઉંમર સહેજે પંદરેક વર્ષ, કે તેથી વધારે હોય – એમ આપણે કલ્પના કરીએ તે પણ, અકબરના મૃત્યુ પહેલા ૧૫થી ૨૦ વર્ષે, એટલે કે ઈ. સ. ૧૫૮૫-૯૦ની આસપાસ, શાંતિદાસને જમા થયે હશે, એમ આપણે સાધારણ રીતે કહી શકીએ. - આ સમય એટલે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી અને સમ્રાટ અકબર વચ્ચે ધર્મનેહ બંધાયે એ સમય. અને શ્રી હીરવિજયસૂરિજીને સ્વર્ગવાસ વિ. સં. પર(ઈ. સ. ૧૫૯૯)માં થયો હતો. એટલે એમની હયાતી દરમ્યાન શાંતિદાસ પાંચ-સાત વર્ષની બાલ્યા વસ્થામાં જ હશે, તેથી જગદ્ગુરુના જીવનપ્રસંગો સાથે શ્રી શાંતિદાસનું નામ જોડાયું હોય એ કોઈ ઉલ્લેખ મળતું નથી. બીજા પ્રકરણની યાદોંધ ૧. (i) “જેરામા', સમાલોચના પૃ. ૧ અને પૃ. ૪૯ ઉપર જણાવ્યું છે કે, તેઓ મારવાડના શુદ્ધ ક્ષત્રિય બીજ સિદીઆ રજપૂતના વંશજ હતા.” (i) “પ્રપૂ', પૃ. ૪ ઉપરની કથામાં જણાવાયું છે, “અમારું કુળ સિસોદિયા રજપૂતનું છે” (iii) “ભૂપાસ' પૃ. ૭૩૪ ઉપર જણાવાયું છે કે, “શાંતિદાસ નાતે એસવળ હતા, પણ અસલ એમના વડવા મેવાડના શુદ્ધ સીદી રજપૂતમાંથી ઊતરી આવેલા છે એમ મનાય છે.” (iv) SHG’ પુસ્તકમાં પૃ. ૫૩ ઉપર જણાવાયું છે કે – “ According to tradition, the ancestors of Shantidas were descended from the royal Rajput house of the Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy