________________
કુટુંબ, વંશ અને પૂર્વજો જેને બધા “સહસે' કહીને બોલાવતા-હીરા, મેતી, માણેક એમ બધા પ્રકારનું ઝવેરાત પારખતાં શીખવાડી દીધું. આ મારવાડી ઝવેરી પોતે વૃદ્ધ થયા હતા અને તેને સંતાનમાં માત્ર એક જ પુત્રી હતી. પિતાની આ કુમારી નામની એકની એક પુત્રીના લગ્ન તેણે સહસકિરણ સાથે કર્યા અને પિતાની દુકાન પણ તેને સેંપી દીધી. ૧૧ સહસકિરણને કુમારીથી વર્ધમાન નામે પુત્ર થયે, કે જેણે આગળ ઉપર શ્રી શાંતિદાસને જીવનભર સારો સહકાર આપે. સહસ્ત્રકિરણે, તે સમયના રિવાજ મુજબ, સૌભાગ્યદેવી નામે બીજી પત્ની કરી અને તેનાથી એમને જે સંતાને – વિરમદેવી, શાંતિદાસ, રૂપમ, પંજિકા અને દેવકી – થયા તેમાં શાંતિદાસ ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.
આમ મૂળ મેવાડના વતની એવા સહસ્ત્રકિરણ અમદાવાદમાં આવીને વસ્યા. ત્યાર પછી તેમનાં સંતાને અને વંશજે અમદાવાદમાં જ રહ્યા અને અમદાવાદને જ પિતાનું માદરેવતન માનીને તેનાં સુખદુઃખના ભાગીદાર બન્યા. તેથી શાંતિદાસને અમદાવાદના વતની ગણવા એ જ યોગ્ય છે. એમની જેમ એમના મોટા ભાગના વંશજોએ પણ અમદાવાદને જ પિતાનું વતન માન્યું છે અને એમ કરતાં એમની. બાર પેઢીઓને વશ-વિસ્તાર અમદાવાદમાં થયે છે. આ વંશની થેડીક વ્યક્તિઓ સૂરત અને વડોદરામાં જઈને પણ વસી હતી.૧૩ શ્રી શાંતિદાસનો જન્મ કયારે?
પિતા સહસ્ત્રકિરણ, માતા સૌભાગ્યદેવી, મોટા ભાઈ વર્ધમાન, વતન અમદાવાદઃ શ્રી શાંતિદાસના વંશ અને વતન અંગે આ માહિતી આ ણને મળે છે. પરંતુ તેમને જન્મ ક્યારે થયે? એ ચક્કસ સમય દર્શાવતી સાલ કે સંવતને ઉલેખ ક્યાંય, કોઈ પણ પુસ્તકમાં અત્યાર સુધી આપણને ઉપલબ્ધ થતો નથી. એટલે તેમના જન્મસમય વિષે, તેમના જીવનને લગતી કેટલીક હકીકતના આધારે, કેટલીક અટકળે. જ આપણે કરી શકીએ તેમ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org