________________
કુટુંબ, વંશ અને પૂર્વજો
કોઈ પણ વ્યક્તિના ચરિત્ર વિષે આપણે માહિતી મેળવીએ તે પહેલાં તે વ્યક્તિનાં કુળ, જાતિ, ધર્મ, તે વખતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વગેરેને લગતા સામાન્ય ખ્યાલ હાવા આવશ્યક છે. વ્યક્તિ એ વ્યક્તિ હાવાની સાથે સાથે જ અમુક સમાજ, ધર્મ, જ્ઞાતિ, કુટુંબની સભ્ય પણ છે જ. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કે ચિત્રણ આ બધા વિવિધ પાસાંઓનાં સંકલિત જ્ઞાનના અભાવમાં કરી શકાય નહીં. જો એ પાસાંઓના આલેખન વગર વ્યક્તિત્વનું ચિત્રણ કરીએ તે તે ઊણુ' અને અ ‰ રુ. લેખાય. તે આવા, આપણે અહીયાં શ્રેષ્ઠિવય શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વની આસપાસ ગૂંથાયેલી આવી સામાન્ય બાબતાને અછડતા પરિચય
મેળવી લઈ એ.
ક્ષત્રિય રાજવશ અને જેને
જૈનધમ ની સ્થાપના કરનાર પ્રથમ તીથકર શ્રી ઋષભદેવથી માંડીને, સમયે સમયે જૈનધમ ના ઉદ્યોત કરનાર બીજા ત્રેવીસે તીથ. કરા મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવ્યા હતા. વધુ વ્યવસ્થાના જો વિચાર કરીએ તા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ડ્ઝમાં ક્ષત્રિયાને લોકોની રક્ષા કરવાનું અગત્યનું કામ સોંપવામાં આવ્યું હતું. ક્ષત્રિયા પોતાના બળથી લેાકેાનું, પ્રજાનું રક્ષણ કરવાનું કાર્ય કરતા. આ ક્ષત્રિય રાજવ‘શમાંથી જ કેટલાક લેાકેાને – રાજકુમારોને – પ્રજાનું કેવળ ભૌતિક દૃષ્ટિએ રક્ષણ કરવાને બદલે, પોતાના આત્માનાં અનાદિકાળના મધના દૂર થાય અને જીવમાત્રને એ માર્ગે લઈ જઈ શકાય એવા માગ વધુ પસંદ પડ્યો અને તેએ રાજપાટ, મેાજવૈભવ છેડીને આત્માત્થાનના માગે ચાલી નીકળ્યા. આમ મૂળ ક્ષત્રિય રાજવ'શમાંથી જ જૈનધમ ના પાયે નાખનાર અને તેને વિશાળ વટવ્રુક્ષ રૂપે ફેલાવનાર અનેક વ્યક્તિઓ – ખાસ કરીને ચાવીસેય તીર્થંકરો
Jain Education International
For Personal & Private Use Only
―――――
www.jainelibrary.org