SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા સમયે સમયે જરૂર પડતી જ રહી છે. જૈન શાસનને ઇતિહાસ તપાસતાં એ વાત જાણીને આનંદ થાય છે કે જિનશાસનને સમયેસમયે આવાં પ્રતાપી મહાપુરુષ મળતા જ રહ્યા છે. આવા મહાપુરુષેમાંના મોટા ભાગના મહાપુરુષ સંઘમાન્ય મોવડીઓ હોવાની સાથેસાથે જ, શાસનતંવર્ગ અને પ્રજાવર્ગને સમાન આદર અને વિશ્વાસ મેળવી શક્યા હતા અને સામાન્ય જનસમૂહથી લઈને તે ઉચ્ચ કોટિના ગણાતા પ્રજાવર્ગના તેમ જ વેપારી આલમના પણ તેઓ સદાય સુખદુઃખના સાથી બની રહેતા હતા અને કુદરતી, રાજકીય કે એવી જ કઈક આફતના સમયે તેઓ પિતાના પ્રદેશ માટે ભારે સહાય અને આશ્વાસનરૂપ બની રહેતા હતા. જેમને આદર્શ અને શ્રેષ્ઠ કહી શકાય એવા મહાજન તરીકેની પ્રતિઠા તેઓ ધરાવતા હતા. જૈન મહાજનોની ઉજજવળ પરંપરા આ દષ્ટિએ વિચારીએ તે, જૈન મહાજનની પરંપરામાં શ્રેષ્ઠી જાવડશા, દંડનાયક વિમળ, મહામંત્રી ઉદયન, આમ્રભટ્ટ, બાહુડ મંત્રી, મહામંત્રી વસ્તુપાળ તથા મંત્રી તેજપાળની બાંધવબેલડી, હડાળાના ખેમાશા (ખેમ હડાળિયે), શ્રેષ્ઠી જગડુશા, શ્રેષ્ઠી સમરાશા, શ્રેષ્ઠી કર્માશા, શ્રેષ્ઠી વર્ધમાનશા-પદ્ધસિંહશા વગેરે અનેક પુણ્યક અને સ્વનામધન્ય અગ્રણીઓની ઉજજવળ કારકિદી જૈન ઇતિહાસના પાને સેનેરી અક્ષરે નોંધાયેલી પડી છે. જૈન અગ્રણીઓની આવી જ પ્રતાપી પરંપરામાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનું નામ અને કામ મેખરે શેભી ઊઠે એવું છે. એમને સમય – ખાસ કરીને એમની કારકિર્દીને પાછલે વખત – ઉત્તરોત્તર વધતી જતી રાજકીય અસ્થિરતાથી વધુ ને વધુ ઘેરાતે જાતે હતું અને એની માઠી અસર જૈન શાસનનાં તીર્થસ્થાને, જિનમંદિરે અને હિતે. ઉપર થવાને ભય હતા. આવા અરાજકતાના – અથવા તે કટોકટીના – સમયમાં જૈન શાસનની પ્રભાવને થતી રહે અને એની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy