________________
પરિશિષ્ટ
નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજજવળ વારસદારે
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વને પરિચય આપણે આગળનાં પ્રકરણમાં મેળવ્યું. કેઈ પણ પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિષે સામાન્ય માણસને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે તેનાં સંતાને અને વારસદારોમાં તે વ્યક્તિની પ્રતિભાની છાંટ જોવા મળે છે કે નહીં. આ પ્રશ્ન પર અનેક મને વૈજ્ઞાનિક સંશોધને પણ થયાં છે. આપણે અહીંયાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના કેટલાક નેંધપાત્ર વારસદારોને ટૂંક પરિચય મેળવીએ બાબત આવા મનેવૈજ્ઞાનિક સંશોધનની દષ્ટિએ ઉચિત ગણી શકાય. અલબત્ત, અહીંયાં એવા કેઈ સંશોધનને દા નથી.
વળી નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ જૈન ધર્મ અને જૈન તીર્થોના વિકાસમાં જે નેધપાત્ર ફાળો આપ્યો છે, જે રાજકીય ફરમાને મેળવ્યાં છે, તે પરંપરાને ટકાવીને તેને વિકસાવવા માટે તેમના કુટુંબમાં તેમના અનુગામી વારસદારે શો ભાગ ભજવે છે, કેવા કેવા પ્રયત્ન કરે છે તે જાણવાની દષ્ટિએ પણ તેમના વારસદારને પરિચય સુસંગત લેખાય
- સાથેસાથે તેમને અમદાવાદના નગરશેઠ તરીકેનું જે બિરૂદ મળેલું તે બિરુદ ટકાવીને તેમના કુટુંબના જે સભ્ય તે સ્થાનને શોભાવી ગયા તેમને પરિચય મેળવે ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયોગી લેખાય.
અહીંયાં આપણે તેમના વંશજોમાંથી મુખ્યત્વે કરીને અમદાવાદના નગરશેઠના સ્થાને કાર્યશીલ બનેલ વંશજેને પરિચય મેળવીશું અને તે સિવાય નેંધપાત્ર વ્યકિતઓને નામે લેખ કરીશું.
આ પરિચય મેળવતાં પહેલાં એ વાતની સહર્ષ નેંધ લઈએ કે નગરશેઠ શ્રી શાતિદાસ ઝવેરીમાં જે ક્ષાત્રતેજ, રાજબીજ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org