SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ નગર શાંતિદાસ ઝવેરી - આ ફરમાન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુ પછી, એમને આપવામાં આવ્યું છે એ વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી. પણ તેમના મૃત્યુની આ સંવત્ – સં. ૧૭૧૫– અને આ ફરમાનની તારીખ-૧૨મી માર્ચ ૧૬૬૦– વચ્ચે ખાસ નોંધપાત્ર કહી શકાય એવો ફરક નથી; એક વર્ષ કરતાં પણ એ ફેર છે. એટલે આ સમયને ફેર આપણને ખૂબ મોટી વિમાસણમાં મૂકી દે તેવો નથી. ઈ. સ. ૧૯૫૯-૬૦ના સમયગાળા દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હશે એ વાત તે નિશ્ચિત છે જ. છતાં “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ રાસ” અને આ ફરમાનની તારીખ વચ્ચે જે ફરક છે તેને ઉકેલ ભવિષ્યમાં કઈક સાહિત્યિક ઉલ્લેખ દ્વારા મેળવવાની આશા આપણે રાખીએ શકીએ.૧૨ - કે, શ્રીયુત ડુંગરશીભાઈ તા. ૧રમી માર્ચ ૧૬૬૦ના દિવસે મળેલ આ ફરમાન સંબંધી નેંધ લખતાં જણાવે છે: “શ્રી શાંતિદાસ શેઠ પિતાની છેલ્લી પાદશાહી મુલાકાતનાં ફળ જોવા હૈયાત નહેતા.૧૩ તેમનું આયુષ્ય કેટલાં વર્ષનું? નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ઈ. સ. ૧૯૫૯-૬૦ની સાલમાં મૃત્યુ પામ્યા છે તે નિશ્ચિત હકીકત છે જ. પ્રશ્ન એ થાય કે તેઓ પોતાના આયુષ્યના કેટલામાં વર્ષે મૃત્યુ પામ્યા હશે ? અથવા તે બીજા શબ્દોમાં આ પ્રશ્ન મૂકીએ તે તેઓએ કેટલાં વર્ષનું આયુષ્ય ભગવ્યું? પણ, આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેમના જન્મ અંગે કોઈ ચોક્કસ સાલ આપણને પ્રાપ્ત થતી નથી. ઈ. સ. ૧૬૦૫માં મૃત્યુ પામેલ અકબર બાદશાહના રાજ્યમાં જે શાંતિદાસ શેઠ ઝવેરી તરીકે ઝળક્યા હોય તે તે સમયે તેમની ઉંમર પંદર વર્ષથી ઓછી તે ન જ હેય. એટલે તેમને જન્મ આપણે ઈ. સ. ૧૫૮૫-૯૦ની આસપાસ મૂક જ પડે. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy