________________
૧૮
નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉચ્ચારતા પહેલાં, પિતાને હવે મૃત્યુ ભણી નિશ્ચિત જવું છે તેને ઉલ્લેખ કરતી વખતે પિતાના પ્રાણના આધાર તરીકે શેઠ શ્રી શાંતિદાસને ઉલ્લેખ કરે છે. એ ઉપરથી જાણી શકાય છે કે એ બંને વચ્ચે ઘણે જ ગાઢ ધર્મ સનેહ પ્રવર્તતે હતે. આ રાસની આ કડીમાં એમના સ્વર્ગવાસની સાલને જે નિર્દેશ કરવામાં આવે છે તે ખૂબ અગત્યને બની રહે છે. શ્રી શાંતિદાસ શેડ સંવત્ ૧૭૧૧માં મૃત્યુ પામ્યા હતા એ માહિતી આપણને આ કડીમાંથી પ્રાપ્ત થાય છે. '
જે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના સ્વર્ગવાસની સાલ સંબંધી આટલી જ માહિતી આપણને ઉપલબ્ધ થઈ હતી તે આપણે નિશ્ચિતપણે એમ માની લેત કે તેઓ, સંવત્ ૧૭૧૫ કે જે ઈ. સ. ૧૬૫૯ની પમી ઓકટોબરે પૂરી થાય છે, તે સાલમાં સ્વર્ગવાસ પામ્યા હશે.
આ સંવત સ્વીકારવામાં આવતી મુશ્કેલી આ પણ “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ–રાસમાં સચવાયેલ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના સ્વર્ગવાસની સાલનું સૂચન કરતા આ લેખિત પુરાવા સામે એક દસ્તાવેજી પુરાવે એ મળે છે કે જેથી એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૧૫ની સાલમાં જ થયે હતે એ વાતને નિશ્ચિત રૂપે સ્વીકાર કરવામાં, એતિહાસિક કહી શકાય એવી મુશ્કેલી ઊભી થાય છે, જે આ પ્રમાણે છે –
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ” એ નામે આ જ પુસ્તકના નવમા પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવેલ ફરમાન નંબર આઠ અહીં વિચારણું માગી લે છે. તા. ૧૨મી માર્ચ ૧૯૬૦ના દિવસે મોગલ બાદશાહ ઔરંગઝેબ તરફથી પાલીતાણામાં આવેલ શત્રુંજય પર્વત, ગિરનાર પર્વત અને આબુના પર્વતે શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરીને સેપ્યાનું જણાવતું એક ફરમાન શ્રી શાંતિદાસ શેઠના નામથી આપવામાં આવ્યું હતું.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org