________________
૧૦
શ્રી શાન્તિદાસનો પરિવાર અને સ્વર્ગવાસ
નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને પરિચય અત્યાર સુધી આપણે મેળવ્યું. તેમના કૌટુંબિક પાસાને પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીએ. નગરશેઠ શ્રી શાંતિદાસના કહેબની માહિતીનો અભાવ
એક હકીકત નેંધપાત્ર છે કે શાંતિદાસ ઝવેરીના કુટુંબ-પરિવાર અગેની માહિતી ડાંક પુસ્તકમાં જ આપણને છૂટીછવાઈ મળે છે. જે આ છૂટીછવાઈ માહિતી દ્વારા પ્રાપ્ત થતા ઉલ્લેખ પણ તેમના કુટુંબજીવનનું આછું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. તેમના રહેઠાણનું વર્ણન
અમદાવાદમાં ઝવેરીવાડમાંના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રહેઠાણનું વર્ણન શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ આ શબ્દોમાં કરે છે –
નગરશેઠની મોટી હવેલી હતી. એને ત્રણ ડેલીએ હતી. પહેલી ડેલી ઉપર હથિયારબંધ આરબની બેરખ બેસતી હતી. બીજી ડેલી ઉપર ભૈયાઓની ચૂકી હતી. ત્રીજી ડેલી ઉપર રાજપૂતની ચકી હતી. શેઠને મસાલ તથા છડી રાખવાની શાહી પરવાનગી હતી. ભારે દબદબા અને ઠાઠમાઠથી શેઠનું કુટુંબ રહેતું હતું. પાંચસો ઘેડા, તેટલી જ ગાય, ભેંસે શેઠને ત્યાં રહેતાં. તેઓ પાર વગરના માફી, સિગ્રામ, રથ, પાલખીએ રાખતા હતા. જયારે જૈનેને રથયાત્રાને વરડે નીકળતે ત્યારે સેના-ચાંદીના સાજવાળાં વાહને શેઠને ત્યાંથી આવતાં હતાં. હિંદના ઘણા ભાગમાં શેઠની આડતે અને દુકાને હતી. ઝવેરાતને વેપાર અને શરાફીની બેંકે શેઠ નિભાવતા હતા?
અમદાવાદના નગરશેઠ, મહાજનના અગ્રેસર, શાહી વગ ધરાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org