________________
૧૪૮
નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઔરંગઝેબ બેસી નહોતે રહ્યો, પણ આ અગ્રેસર વેપારી, અમદાવાદના નગરશેઠ અને પિતાની યોગ્ય સેવા કરનાર શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ગુજરાતની પ્રજાને પિતાને સંદેશ પહોંચાડવા માટે યોગ્ય અધિકારી
વ્યક્તિ છે, એવા વિશ્વાસથી પ્રેરાઈને ઔરંગઝેબ અમદાવાદ અને ગુજરાતની પ્રજાજોગ પિતાને કલ્યાણ સંદેશ એક ફરમાનરૂપે આ શ્રેષ્ઠી મારફત જ મોકલે છે. આગળ જણાવ્યું તે પ્રમાણે આ ફરમાન પણ તા. ૧૦મી ઔગસ્ટ ૧૬૫૮ના દિવસે જ આપવામાં આવ્યું હતું.
પ્રજાજોગ ઔરંગઝેબ બાદશાહના જાહેરનામા જેવું અગત્યનું આ ફરમાન શાંતિદાસ ઝવેરી સાથે મેકલે તે ઔરંગઝેબની શાંતિદાસ જેવા અમીર અને વગદાર પ્રજાજન સાથે મૈત્રી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ' '
, આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છે : “શાશ્વત ઈશ્વરના મૂલ્યવાન ટ્રસ્ટ જેવી પોતાની સમગ્ર પ્રજા અને સમગ્ર માનવજાત પ્રત્યે આ રાજવી (ઔરંગઝેબ) ઉમદા આશાઓ અને સાચે હેતુ ધરાવે છે. પવિત્ર શરૂઆત અને સુખદાયક અંતના સમયે શાંતિદાસ ઝવેરીને સલ્તનતના દરબાર અને સાર્વભૌમત્વ તરફથી તેના માદરેવતન અમદાવાદમાં પાછા ફરવાની રજા આપવામાં આવે છે. તેને આજ્ઞા આપવામાં આવે છે, કે ત્યાં પહોંચ્યા પછી તેણે તે પ્રદેશના સર્વ વેપારીઓ અને મહાજને અને પ્રજાજનેને, એગ્ય વ્યવસ્થાની અમારી ઈચ્છા અને પ્રજા પ્રત્યેના અમારા માનની લાગણી, કે જે ગુણે જગતની સુવ્યવસ્થા અને માનવતાની બાબતને લગતા નિયમોના કારણરૂપ છે, તેને પ્રજાજનો સમક્ષ જાહેર કરવી; અને જણાવવું કે પિતાપિતાનાં સ્થાને અને મકાનમાં ગોઠવાઈ જઈને મનની શાંતિ અને હદયના સંતેષ સાથે પિતાના ધંધાજગારને આગળ વધારે, અને ઈશ્વર દ્વારા અપાયેલ રાજ્યની શાશ્વતતા માટે પ્રાર્થના કરે. આ ઈશ્વર અંત વગરની શાશ્વત સ્થિતિ અને આદિ વગરને શાશ્વત આધાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org