SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શ્રી શાંતિદાસ શેઠની અગમચેતી - આ ફરમાન પ્રાપ્ત થયા પછી ચાર જ દિવસ બાદ ઔરંગઝેબ ની રાજસત્તા આવતાં, વિચક્ષણ શ્રી શાંતિદાસ ઝવેરી ઔરંગઝેબ પાસેથી પણ આ જ બાબત અંગે- આ નાણું પાછાં મેળવવા અંગે – નવા ફરમાન દ્વારા ખાતરી મેળવી લે છે. મેગલ રાજસત્તાની અસ્થિરતાના આ સમયમાં સંભવતઃ શાંતિદાસ શેઠ મુરાદબક્ષ અને ઔરંગઝેબની સાથે સાથે જ રહેતા હશે અને મેગલ બાદશાહની ઝીણામાં ઝીણા રાજરમતેથી તેઓ સુપરિચિત રહેતા હશે એમ આપણે કહી શકીએ. ૨૯ તેથી તે આ બંને ફરમાને મળ્યાં તે પછી એક અઠવાડિયાની અંદર જ મુરાદાબક્ષ કેદ થઈ જતાં આ બંને ફરમાને નિરર્થક બની ગયાં છે હકીક્ત શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસના ધ્યાનમાં તુરત જ આવી ગઈ હતી. એટલે, જેમ પાલીતાણાનાં ફરમાનની બાબતમાં બન્યું હતું તે જ રીતે, અહીંયાં પણ મુરાદબક્ષની સત્તા પૂરી થઈ જતાં વિચક્ષણ શાંતિદાસ શેઠે અગમચેતી વાપરીને ઔરંગઝેબ પાસેથી પણ આ સાડા પાંચ લાખ રૂપિયા મેળવવા અંગે ફરમાન મેળવી લીધું હતું. ફરમાન નં ૨૧ : રૂપિયા સાડા પાંચ લાખ અંગે પિતાના કામચલાઉ રાજ્યારોહણના પ્રસંગને હજુ મહિને પણ વીત્યું ન હતું તે પહેલાં, બાદશાહ ઔરંગઝેબે, ઝવેરી શ્રી શાંતિદાસના પ્રભાવને પારખી જઈને, ૧૦મી ઓગસ્ટ ૧૬૫૮ ના દિવસે આ ફરમાન આપ્યું હતું. આ દિવસે ઔરંગઝેબ માટે ઘણી ચિંતા અને દેડધામના દિવસે હતા. એ સમયમાં ઔરંગઝેબે પિતાના મોટા ભાઈ દારાની શોધમાં લાહેર તરફ કૂચ કરી હતી અને તે સતલજ નદીને કાંઠે છાવણી નાંખીને રહેલ હતું. તે વખતે રહેમતખાનને ઉદેશીને લખાયેલ આ ફરમાનમાં ઔરંગઝેબ બહાદુર ગાઝીના નામે મહેર અને પિતાને નવો સિક્કો હજુ તૈયાર થયા ન હોવાથી રાજકુમાર ઔરંગઝેબના નામે સિક્કો છે. આ ફરમાનમાં જણાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy