________________
૧૪૪
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
જૂન ૧૬૫૮ના દિવસે નોંધાયેલાં છે. અત્રે એ હકીકત નોંધપાત્ર છે કે આ બે ફરમાને અપાયાના બે દિવસ પહેલાં જ તા. ૨૦મી જૂન ૧૬૫૮ના દિવસે એક ફરમાન પાલીતાણા અંગે પણ આપવામાં આવ્યું હતું. (જુએ આ જ પ્રકરણનું ફરમાન નંબર ૬.)
ફરમાન નં. ૧૯ અને ૨૦ : રૂપિયા સાડા પાંચ લાખ અંગે
સાડા પાંચ લાખ રૂપિયા અંગે એક જ દિવસે લખાયેલ અને ફરમાને, એક જ સરખી ભાષામાં, ગુજરાતના બે મુખ્ય અમલદારો — (૧) મુતમદખાન, કે જેને મુરાદબક્ષે પેાતાના કુટુંબની સાચવણીનું કામ પણ સાંપ્યું હતું, તેને અને (ર) હાજી મહમ્મદ કુલીને ઉદ્દેશીને લખાયેલાં હતાં. એકમાં મુતમદખાનને ઉદ્દેશીને અને ખીજામાં હાજી મહમ્મદ કુલીને ઉદ્દેશીને જણાવવામાં આવ્યું હતું : “ શાંતિદાસ સાહુને ખાદશાહી મુલાકાતનું માન આપવામાં આવ્યું છે. અને તે માનને ધ્યાનમાં રાખીને આ હુકમ કાઢવામાં આવે છે, કે ઉપર દર્શાવેલ વ્યક્તિ( શાંતિદાસ )ના પુત્ર અને તેના ભાઈ એ પાસેથી અમદાવાદ ખાતે, અમારા રાજ્યારોહણના પ્રસંગે, સરકાર માટે લેાન રૂપે જે રકમ ઉધાર લેવામાં આવી છે અને જેની વિગતા આ સાથે આપવામાં આવી છે તે લેન આ સાથેના સ્વીકૃતિપત્રમાં જણાવ્યા પ્રમાણેનાં પરગણાંગ્માના વેરામાંથી પાછી ભરપાઈ કરી દેવી. ” આ ક્રમાનામાં મહેાર અને સિક્કો બાદશાહ મુરાદબક્ષના નામનાં છે.૨ ૬
આ એ ફરમાનમાંથી એક કમાનની પાછળ કયા કયા પરગણામાંથી કેટલી કેટલી રકમ આ લેાન ભરપાઈ કરવા અંગે લેવાની છે તેની વિગત આપવામાં આવી છે તે જોઈ એ ૨૭
પ્રદેશ
સૂરતમાંથી ખભાતમાંથી પેટલાદ પરગણામાંથી
Jain Education International
For Personal & Private Use Only
-
રૂા.
૧,૫૦,૦૦૦
૧,૦૦,૦૦૦
૧,૦૦,૦૦૦
www.jainelibrary.org