SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૪૧ અથવા તે ઝવેરાતની જરૂર પડે ત્યારે શ્રી શાંતિદાસ ઝવેરીને અવશ્ય યાદ કરતા તેની પ્રતીતિ આપણને આ ફરમાને દ્વારા થાય છે. અને રાજદરબારમાંના તેમના આ આગળ પડતા સ્થાનને કારણે જ તેઓ પિતાની જમીન જાગીર જેવી મિલક્ત અંગે બાદશાહ તરફથી ફરમાને મેળવી શકેલા તેને ખ્યાલ ફરમાન નંબર ૯ અને ૧૩ ઉપરથી આપણને આવે છે. ફરમાન નં. ૧૭ : ઝવેરી શાંતિદાસને અસફખાનના રક્ષણ નીચે મૂકવા અંગે શાહજહાં પહેલાં થઈ ગયેલા મોગલ બાદશાહ જહાંગીર દ્વારા પણ તેમને મળેલ એક ફરમાનને ઉલ્લેખ કરવો અહીંયાં ઉચિત છે. આ ફરમાન અપૂર્ણ હોવાથી તેને ચોક્કસ સમય ૨૩ જાણી શકાય તેમ નથી. આ ફરમાનમાં મહેર અને સિકકો બાદશાહ જહાંગીરના નામના છે. ગુજરાત પ્રદેશના તત્કાલીન અને ભવિષ્યના ગવર્નર અને ઐફિસરોને ઉદ્દેશીને લખવામાં આવેલ આ ફરમાનમાં જણાવ્યું છે : આ પ્રદેશના રહેવાસી શાંતિદાસ ઝવેરીને નિઝામુદ્દીન અસફખાન ને આશ્રય તળે મૂક્યાની જાણ કરવામાં આવેલ છે. તેથી શાંતિદાસે તેની ભેટગાદો અને દરેક પ્રકારનું ઝવેરાત તે અસફખાનને આપવાં.” આ ફરમાન પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકયું નથી એ દુઃખની વાત છે. અપૂર્ણ એવા આ ફરમાન ઉપરથી પણ એ બાબત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જહાંગીર બાદશાહ પણ ઝવેરી શાંતિદાસ પ્રત્યે આદર અને માનની લાગણી ધરાવતા હતા અને શાંતિદાસને કઈ પણ જાતની હેરાનગતિના ભેગા થવું ન પડે તે માટે ગુજરાત પ્રદેશના રાજકીય વડાના રક્ષણ હેઠળ તેમને મૂકવામાં આવ્યા હતા. ફરમાન નં. ૧૮: લકા જાતિ અંગે ઈ. સ. ૧૬૪૪ ના સપ્ટેબરની ૧૯મી તારીખે શાહજહાં બાદશાહનાં મહોર અને સિક્કાવાળા એક ફરમાનને પણ અત્રે વિચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy