SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૩૭ સપ્ટેમ્બર ૧૯૪૪ના દિવસે અપાયેલ ફરમાન ધપાત્ર છે બાદશાહ શાહજહાંને જે દિવસે શાહી રાજ્યાભિષેક થયેલે તેની વાષિક તિથિની ઉજવણીને પ્રસંગ નજીક આવી રહ્યો હોવાથી તે પ્રસંગને ઉચિત ઝવેરાત અમદાવાદના ઝવેરીઓ પાસેથી અને ખાસ કરીને શાંતિદાસ ઝવેરી પાસેથી મેળવી લેવા અંગે અમદાવાદના મુઝ-ઉલમુલ્કને આ ફરમાન દ્વારા સૂચના આપવામાં આવે છે. શાહજહાં અને દારા શુકડના મહેર અને દારા શુકેહના સીલ સાથેના આ ફરમાનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે : “તેણે (મુઝ-ઉલ-મુકે) પોર્ટુગીઝે દ્વારા લાવવામાં આવેલ મરચાંનું અથાણું (આચરેમિર્ચ, Pickles of pepper) પણ બાદશાહને મોકલવું. વળી અહીંયાં મુઝ-ઉલ-મુલ્કને એમ પણ જણાવવામાં આવે છે કે સરકારના કબજાની હાજી ઈખલાસ (Haji Ikhlas)ની હવેલી શાંતિદાસને વેચવામાં આવી હતી તેના રૂા. ૬૦૦૦ અને ઉપર કંઈક નજીવી રકમ શાંતિદાસે રાજ્યની તિજોરીમાં ભરી છે. જે આ હવેલીના તેના કરતાં વધુ પૈસા આપનાર કઈ મળે તે તે હવેલી તે વધુ પૈસા આપનાર વ્યક્તિને આપવી. જો કે, શાંતિદાસ ઝવેરી આપણને સારું ઝવેરાત મોકલી આપે તે આપણે પૈસાની લેવડદેવડ તેના (શાંતિદાસના) ફાયદામાં સમજી લઈશું.” - આ ફરમાનને મુઝ-ઉલ-મુલ્ક સ્વીકાર્યાનું સ્વીકારપત્ર આ ફરમાનની પાછલી બાજુ આપવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા મુજબ આ ફરમાનમાં સૂચવવામાં આવેલી હવેલીની મુઝ-ઉલ-મુક મુલાકાત લે છે અને તેને જણાય છે કે અમદાવાદમાં તે એ હવેલીને એનાથી વધુ પૈસા ઊપજે તેમ જ નથી, એટલા ય પૈસા આપવા કેઈ તૈયાર નથી. એટલે તે હવેલી શાંતિદાસના કબજામાં જ રહેવા દેવામાં આવે છે. આ ફરમાનનું મહત્વ પિતાના રાજ્યાભિષેકના પ્રસંગને દર વર્ષે ઉજવવાની મેગલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy