SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી પિતાના દુઃખી પિતા શાહજહાંને પણ નજરકેદ કરી દીધું હતું. પછી તે કેદ કરેલા મુરાદબક્ષનું સૈન્ય પણ ઔરંગઝેબનું થઈ ગયું. પિતાના અને મુરાદબક્ષના ભેગા મળેલા લશ્કરને લઈને ઔરંગઝેબે દારાને હરાવવા માટે દિલ્હી તરફ કૂચ કરી. ઔરંગઝેબે પિતાને પીછો પકડ્યાના સમાચાર મળતાં જ દારા દિલ્હીમાંથી એકદમ નાસી છૂટયો. આવી પરિસ્થિતિમાં રાજ્ય ચલાવવાને પ્રશ્ન હવે તાકીદને બની ગયે હતે; કારણ કે, શાહજહાંને રાજ્યકાળને અંત આવી ગયો હતે. અને એ માટે બાદશાહ બનેલા ઔરંગઝેબ દ્વારા અમલદારે અને ગવર્નરેની નિમણુક તરત કરવામાં આવે એ જરૂરી હતું. એટલે ઈ. સ. ૧૬૫૮ના જુલાઈ માસની ૨૧મી તારીખે ઔરંગઝેબે દિલ્હીમાં પિતાની જાતને બાદશાહ તરીકે જાહેર કરવાને સમારંભ યે; અને તે પછી તરત જ એણે ઉત્તર પ્રદેશમાં શુજા સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યું. આ પછી દિલ્હીથી નાસી છૂટેલ દારા સાથે માર્ચ ૧૬૫માં અજમેર પાસે લડાઈ થઈ, અને એમાં દારા પણ હારી ગયે. આમ દારા, શુજા અને મુરાદાબક્ષ – ત્રણેને હરાવીને અને પાછળથી મુરાદબક્ષની હત્યા કરીને તથા પિતા શાહજહાંને નજરકેદ કરીને ઔરંગઝેબે પૂરે. પીર પૂરી રાજસત્તા મેળવી લીધી, અને દિલ્હીમાં, ઈ.સ. ૧૬૫૯ની પાંચમી ની પાંચ જૂન જેવા સત્તાવાર ચારેહણને દબદબાભર્યો પ્રસંગ ઊજ, અને પિતાના રાજ્યકાળની ગણના રાજ્યારોહણના આ બીજા પ્રસંગથી નહીં, પણ પહેલા પ્રસગથી – ૨૧મી જુલાઈ ૧૬૫૮થી–જ કરવી એવું ફરમાન કર્યું. ઈ. સ. ૧૬૫૭-૫૯ના સમય દરમ્યાનની રાજગાદી મેળવવા માટેની લડાઈએ, ખટપટોને કંઈક લંબાણપૂર્વક જોયા બાદ, તે સમયની ગુજરાતના પ્રદેશની પલટાતી રહેતી રાજકીય સત્તાના સંદર્ભમાં, શ્રેષ્ઠિવર્ય શાંતિદાસ ઝવેરીએ મેળવેલાં, એક જ બાબતને લગતાં એક કરતાં વધારે ફરમાનેને પરિચય આપણે હવે મેળવીએ. ઈસ. ૧૬૫૬-૫૮ના સમય દરમ્યાન શ્રી શાંતિદાસ ઝવેરીને પાલીતાણ-શત્રુંજય અંગે જે ચાર ફરમાને પ્રાપ્ત થયાં હતાં તે ફરમાનેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy