________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને એટલે તેઓ બંને સૈન્ય લઈને ઉત્તર અને પૂર્વ ભારત તરફ ગયા. મુરાદબક્ષે તે સમયે અમદાવાદ-સૂરતના વેપારીઓ પાસેથી લગભગ ૫૦ લાખ રૂપિયા પિતાના લશ્કરના ખર્ચને માટે ઉઘરાવ્યા હતા.
આ બધા બનાવની ખબર માદગીના બિછાને પટકાયેલા કમનસીબ બાદશાહ શાહજહાં પાસે પહોંચી. તેથી તેણે મુરાદબક્ષ અને ઔરંગઝેબને પિતાની તરફ આવતા રોકવા માટે જોધપુરના રાજા જસવંતસિંહ અને કાસીમખાનને મોકલ્યા. ઉજજૈનથી ૧૪ માઈલ દૂર ધર્મત પાસે ૧૫મી એપ્રિલ ૧૯૫ટની લડાઈમાં જસવંતસિંહના લશ્કરને હરાવીને ઔરંગઝેબ અને મુરાદબક્ષ આગળ વધ્યા અને ૧૬૫૮ની ર૯મી મેએ આગરા પાસે આવેલ સમુગઢ(samugarh). માં ખૂનખાર લડાઈ ખેલીને એમણે 'દારને હરાવ્યું. આ લડાઈમાં મુરાદબક્ષે ખૂબ વીરત્વ દાખવ્યું અને ઘવાય પણ ખરે. દારા આ લડાઈમાં હાર્યા પછી નાસી છૂટ્યો.
કુટિલ રાજનીતિજ્ઞ ઔરંગઝેબે મુરાદબક્ષને વિશ્વાસમાં રાખત જ રહ્યો અને રાજસત્તા તેને આપવાની આશા આપતે જ રહ્યો. આ વાતના નક્કર પુરાવા તરીકે, જૂને ૧૬૫૮ની રશ્મી તારીખે અપાયેલ પાલીતાણાનું ફરમાન અને ઈ. સ. ૧૬૫૮ની જ જૂનની રરમી તારીખે સાડા પાંચ લાખ રૂપિયા શાંતિદાસ શેઠના પુત્ર માણેકચંદ અને બીજા વેપારીઓને ભરપાઈ કરી આપવા અંગેનાં બે ફરમાને એમ કુલ ત્રણ ફરમાનેને આપણે રજૂ કરી શકીએ. ર૦મી જૂને અને રરમી જને આ ફરમાને આપ્યા બાદ, ચાર જ દિવસ પછી, ઔરંગઝેબે પિતાના ભાઈ મુરાદબક્ષને ભેજનસમારંભમાં આમંત્રણ આપીને દારૂ પીવડાવીને બેભાન અવસ્થામાં સોનાની સાંકળ વડે કેદ કરી દીધો. અને રાજ્યના કેદી તરીકે પહેલાં તેને દિલ્હીની જેલમાં અને પછી ગ્વાલિયરના કિલ્લામાં હિરાસતમાં રાખવામાં આવ્યું. અલી નકી નામના ઑફિસરનું ઑકટોબર ૧૬૫૭માં ખૂન કરવા બદલ એને ડિસેમ્બર ૧૬૬૧માં આ કિલ્લામાં જ ફાંસીની સજા આપવામાં આવી ! .
મુરાદબક્ષને કેદ કરતાં પહેલાં ઔરંગઝેબે આગરાના કિલ્લામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org