________________
૧રર
નગરશેઠ શાંતિદાસ ઝવેરી જ શાંતિદાસને અપાયેલા શંખેશ્વર તીર્થના ઈજારાને લગતાં બે ફરમાને જોઈએ :
શાહજહાં બાદશાહના રાજ્યારેહણના ૩૦મા વર્ષે એટલે કે ઈ. સ. ૧૯૫૬-૫૭માં અપાયેલા ફરમાન ઉપર શાહજહાં ઉપરાંત જગતના રાજા તરીકે રાજકુમાર મુરાદબક્ષનું ઉમદા નિશાન અને સીલ કરવામાં આવ્યાં છે. અહીં જણાવવામાં આવ્યું છે: “મુંજપુર તાલુકામાં આવેલ શંખેશ્વર ગામ, કે જે પહેલા રાજદરબાર દ્વારા સનદ તરીકે ચાલુ હતું, તે શાંતિદાસ સાહુને રૂ. ૧૦૫૦ માં ઈજારા તરીકે આપવામાં આવે છે. શાંતિદાસ જાગીરદારેના નિયમોને આધીન થઈને જરૂરી રકમ ભરપાઈ કરે છે. વર્તમાન અને ભવિષ્યના જાગીરદારોએ આ ગામ, ઉપર દર્શાવેલ વ્યક્તિના નામે ભૂતકાળની જેમ જેમ ચાલુ રાખવું અને તેમાં કોઈ ફેરફાર ન કર. જાગીરદારને યોગ્ય રકમ ભરપાઈ કરતા હેવાને કારણે શાંતિદાસ સાહુને તે ગામની સમૃદ્ધિ અને લેકેના કલ્યાણ માટે ઉત્સાહથી પ્રયત્ન કરવાની છૂટ આપવામાં આવે છે.” * આ જ મતલબનું બીજું ફરમાન બાદશાહ શાહજહાં અને દારા શુકહ“ના નિશાન અને દારા શુકેહના સીલ સાથે તા. ૨૩મી ડિસેંબર ૧૯૫૭ના દિવસે અપાયેલ છે. આ ફરમાન આગળના ફરમાનની જેમ જ મુંજપુર પરગણાના તત્કાલીન અને ભવિષ્યના જાગીરદારેને સૂચના આપે છે: “રાજદરબાર દ્વારા અને ભૂતકાળના ઓફિસર દ્વારા શંખેશ્વર ગામ સનદ તરીકે અપાયેલ છે તે અમારા (દહન ધ્યાનમાં આવ્યું છે અને નેધપાત્ર સમયી તે શાંતિદાસ ઝવેરીને રૂા. ૧૦૫૦માં ઈજારા તરીકે આપવામાં આવેલ છે. શાંતિદાસ સાહુ ઉપર દર્શાવેલ રકમ દ્વારા અને ખાવાલાયક અનાજ જેવી વસ્તુઓ દ્વારા જાગીરદારને કર ચૂકવે છે, તેથી ઉપર દર્શાવેલ સનદની સાથે તે ગામ શાંતિદાસને ઈજારા તરીકે અપાયેલ ગણવું અને તેમાં કેઈ ફેરફાર ન કરે કે તેના નિયમો બદલવા નહીં. ઉપર દર્શાવેલ વ્યક્તિ શાતિદાસની તે ફરજ છે કે તેણે તે સ્થાનના લોકોનાં કલ્યાણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org